બારડોલીમાં 3 કરોડના ખર્ચે અદ્યતન બનેલ લીનીયર બસસ્ટેન્ડનું લોકાર્પણ 15 દિવસ અગાઉ જ રાજયના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બસસ્ટેન્ડના મુખ્યમાર્ગ પર બનાવવામાં આવેલા સી.સી. રોડમાં તિરાડ પડી હતી. ઉપરાંત માર્ગ પર મસમોટા ભુવાઓ પણ પડ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય કે હજુ વરસાદની શરૂઆત જ થઈ છે. ત્યારે આ પરિસ્થિતિનું સર્જન થયું છે તો સિઝનના વરસાદમાં લીનીયર બસસ્ટેન્ડના રસ્તાની હાલત શુ થશે?
બારડોલીમાં વરસાદે તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો કર્યો
સુરતઃ બારડોલીમાં વરસી રહેલા વરસાદે તંત્રના ભ્રષ્ટાચારની પોલ છતી કરી છે. સુરતના બારડોલીમાં શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નગરમાં અનેક જગ્યાએ ભૂવાઓ પડયા હતા. સ્ટેશન રોડ પર બે ભુવામાં કાર ફસાઈ હતી. હાલમાં જ નવા બનેલા લીનીયર બસ સ્ટોપના પ્રવેશદ્વાર પાસે જ મોટો ભુવો પડ્યો છે. પાણી ભરાઈ જવાથી ભુવો દેખાતો નથી અને મુસાફરો તેમજ અહીંથી પસાર થતી બસ પણ ભુવામાં ગરકાવ થઇ જાય છે.
બારડોલીમાં વરસાદે તંત્રનો ભ્રષ્ટાચાર ઉઘાડો કર્યો
લોકાપર્ણના 15 દિવસમાં જ ખાડા પડી જતા તકલાદી કામગીરીની પોલ ખુલ્લી પડી છે. બસસ્ટેન્ડની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે જવાબદાર અધિકારીઓએ ધ્યાન નહીં આપ્યુ હોવાથી આ પરિસ્થિતિ સર્જાય છે તેવુ જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. લોકોએ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને તકલાદી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા માગ કરી છે.