સુરત: લોકશભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સુરતના પ્રવાસે (Om Birla Surat Visit) છે, ત્યારે તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત (Surat Rajsthani Welcome Om Birla) કરાયું હતું. આજે તેઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે મહાનુભાવો સાથે બેઠક કરી ત્યાર બાદ અવધ યુટોપીયા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે.
સુરતમાં જે પણ આવે છે તેની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે: ઓમ બિરલા સ્થાનિક કાર્યક્રમમાં હાજરી: સાંજે 4.00 વાગે ઉધના-મગદલ્લા ખાતે બાબા શ્યામધામ મંદિરમાં દર્શન (Om Birla Surat Temple Visit) કરીને સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. 5.30 વાગે ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે અભિનંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાત્રે 9.25 વાગે સુરત એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થશે.
સુરતમાં જે પણ આવે છે તેની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે: ઓમ બિરલા આ પણ વાચો:PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
દેશ અને દુનિયાનું મોટું હબ: હું આજે સુરત આવ્યો છું. અહીંના લોકો એ મારું સ્વાગત ખુબ જ સરસ રીતે કર્યું (Surat Rajasthani Society) છે. સુરત દેશનું એવું શહેર છે કે, અહીં ઔદ્યોગિક, વેપારીકનું દેશ અને દુનિયાનું મોટું હબ ગણવામાં આવે છે. અહીં અલગ અલગ રાજ્યના અલગ અલગ સંસ્કૃતિના અલગ અલગ ધર્મના લોકો આવે છે. કોઈ વેપાર મજદૂરી, સરકારી સેવામાં નોકરી કરવા આવે છે, પરંતુ આ સુરતમાં આપણું રાજ્ય આપણો પ્રદેશ હોય એવી અનુભૂતિ થાય છે.
સુરતમાં જે પણ આવે છે તેની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે: ઓમ બિરલા આ પણ વાચો:PM Boris Johnson Gujarat Visit : UKના PM બોરિસ જોન્સન 21 એપ્રિલે આવશે અમદાવાદ, મોદી સાથે કરશે 'ગહન ચર્ચા'
સુરત સતરંગી શહેર: અહીં વેપાર કરનારા અને ઉદ્યોગ લગાવવાનો વિસ્તાર કરવામાં આવે છે. જે લોકો અહીં વેપાર કરવા માટે આવે છે તેઓને અહીં અલગ જ વાતાવરણ મળે છે. સારી રોજગારી મળી રહે છે. સુરત સતરંગી શહેર જે પોતાનામાં અદ્ભુત શહેર છે. અહીં જે પણ લોકો આવે છે તેમની આર્થિક અને સામાજિક પ્રગતિ થાય છે. જેથી હું ગુજરાતના સુરત શહેરમાં આજે આવ્યો છું.