સરકારની પરવાનગી બાદ પણ હીરા ઉદ્યોગ સંપૂર્ણ રીતે ફરી ધમધમતું થાય તેવુ લાગી રહ્યું નથી - CORONA effect in surat
ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગની તંત્ર સાથે મળેલી બેઠકમાં હીરા ઉદ્યોગ અને ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગને શરૂ કરવા અંગેની ખાસ ચર્ચા હાથ ધરાઈ હતી. કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા ઉદ્યોગનો શરૂ કરવા કે કેમ તેના પર પણ ચર્ચા થઈ હતી.
સુરત: બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હીરા કારખાનામાં મેનુફેક્ચરીંગ શરૂ કરી શકાશે. જ્યારે હાલ હિરાનાં ટ્રેડિંગ બજારો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા તેના ખોલવા પર પ્રતિબદ્ધ મુકવામાં આવ્યો છે. જેના કારણે મહિધરપુરા હીરા બજાર ટ્રેડિંગ માટે બંધ રાખવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો.
આ અંગે GJEPCના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, હીરાનું સૌથી મોટું ટ્રેડિંગ વરાછા અને મહિધરપુરા વિસ્તારમાં થાય છે. જે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે, હીરાનું ટ્રેડિંગ જ ના થાય તો મેન્યુફેકચેરિંગ પણ કઇ રીતે કરવું તે એક મોટો પ્રશ્ન છે. આ અંગે રાજ્ય સરકારને ઓડ ઇવન પ્રમાણે ટ્રેડિંગ બજારો ખોલવા અંગેની પરવાનગી મેળવવા રજૂઆત કરવામાં આવશે.