સુરત : 18 જાન્યુઆરી, 2021 ના રોજ, સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. 18 જાન્યુઆરીના રોજ ચાર વર્ષ પૂર્ણ થઈ જશે. સુરત મેટ્રોના 12,114 કરોડના મેટ્રો રેલના પ્રોજેકટના ડીપીઆરને મંજૂરી આપવામાં આવી હતી. પહેલા તબક્કામાં 40.35 કિલોમીટરના મેટ્રોના બે કોરીડોરના પ્રોજેક્ટને મંજૂરી હતી. આ બે રૂટમાં ચાર એલીવેટેડ મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવી રહ્યા છે. મેટ્રો પ્રોજેક્ટની ફેઝ-1માં ડ્રીમ સિટીની કાદરશાની નાળ વચ્ચેના 11 કિમી એલિવેટેડ મેટ્રો રૂટ અને ચોક બજારથી કાપોદ્રા વચ્ચેના 6 કિમી અંડરગ્રાઉન્ડ મેટ્રો રૂટ નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાયોરીટી કોરિડોરની પસંદગી કરવામાં આવી છે. પ્રાયોરિટી કોરિડોરનો અર્થ એ છે કે આ કોરિડોરનું કામ પહેલા પૂર્ણ કરવામાં આવશે જેથી કરીને અહીં મેટ્રો રેલની ઓપરેશનલ ટ્રાયલ હાથ ધરવામાં આવી શકે.
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં સૌપ્રથમ તો ડ્રીમ સિટીથી કાપોદ્રા સુધીની કુલ 18.66 કિમીની લાઇનનું કામ આવતા વર્ષે ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રાયોરિટી કોરિડોર છે, જ્યારે બાકીની 23 કિમીની એલિવેટેડ લાઈન બનાવવાનું કામ પૂર્ણ થશે. ટેકનિકલ કારણોસર કેટલી કામગીરી મોડી ચાલી રહી છે તેમ છતાં માર્ચ 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરી લઈશું. - સુરત મેટ્રો રેલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રશાંત કુલકર્ણી
23 કિમી એલિવેટેડ લાઇન માર્ચ 2025 માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક :ડ્રીમ સિટી માં બની રહેલી મેટ્રો રેલ માટેના ડેપોનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. તેથી મેટ્રો ટ્રેનના સેટ આવ્યા બાદ તેઓ અહીં પાર્ક કરી શકશે. તેથી, 18.6 કિ.મી. ના રૂટનું સમગ્ર કામ પ્રથમ અગ્રતા ના ધોરણે ડિસેમ્બર 2024માં પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત લાઇન-2 સહિત બાકીની 23 કિમી એલિવેટેડ લાઇન માર્ચ 2025 માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.
સુરત મેટ્રો અંડરગ્રાઉન્ડ :મેટ્રોના પહેલા 2.8 કિમીના અંડરગ્રાઉન્ડ રૂટમાં આખરે અપ અને ડાઉન લાઇનની 50 ટકા ટનલ તૈયાર થઈ ગઈ છે. કાપોદ્રામાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનનો રૂફ સ્લેબ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોન્કોર્સ એરિયા પણ બનાવવામાં આવી રહ્યો છે. ભૂગર્ભમાંથી એલિવેટેડ કલાઇમ્બ માટેના રેમ્પનું કામ 50 ટકા પૂર્ણ, સ્ટેશન કોન્કોર્સ વિસ્તારમાં કામ પૂર્ણ થયું છે જે 75 ટકાથી વધુ છે. ટ્રેન દોડાવવા માટે રેલ લેવલ બેઝ સ્લેબનું કામ પણ શરૂ થઈ ગયું છે.
- પેકેજ CS-3 કાપોદ્રા - સુરત સ્ટેશન- 2. 8 કિમી ભૂગર્ભ
અપ લાઈન -તાપ્તી ટીબીએમ મશીન - 1 કિમી ટનલ
ડાઉન લાઈન -નર્મદા ટીબીએમ મશીન - અડધો કિમી ટનલ