ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળમૃત્યુને લઈ રાજ્ય પ્રધાન કિશોર કાનાણી સાથે ETV Bharatની ખાસ વાતચીત - state Health Minister Kishore Kanaani

સુરત: ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાંથી બાળ મૃત્યુના ચોંકાવનારા આંકડા આવ્યા છે. સુરત શહેરમાં 699 બાળકોના એક વર્ષમાં મોત થયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં આંકડા સામે આવ્યા છે. આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી પહોંચ્યા હતા અને ETV ભારત સાથે Exclusive વાતચીત કરી હતી.

બાળમૃત્યુઆંકને લઈ રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાની સાથે ETV ભારતની ખાસ વાતચીત
બાળમૃત્યુઆંકને લઈ રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાની સાથે ETV ભારતની ખાસ વાતચીત

By

Published : Jan 5, 2020, 4:23 PM IST

ડિસેમ્બર મહિનામાં 66 બાળકોએ જીવ ગુમાવ્યા જયારે નવેમ્બર મહિનામાં 69 બાળકોના મોત થયા હતાં. વર્ષ 2018માં 907 બાળકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા ચાર વર્ષમાં 2965 બાળકોના મૃત્યુ થયા છે. આ સમગ્ર આંકડાઓ સામે આવતા સ્વાસ્થ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

બાળમૃત્યુઆંકને લઈ રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાની સાથે ETV ભારતની ખાસ વાતચીત

આજે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય પ્રધાન કિશોર કાનાણી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરવામાં આવશે. કાનાણીએ જણાવ્યુ હતું કે, પ્રાઇવેટ હોસ્પિટલોમાંથી જે બાળકોને સાધનના અભાવ અથવા આર્થિક તંગીના કારણે મોકલી આપવામાં આવે છે અને આવા બાળકો ખૂબ જ ગંભીર અવસ્થામાં હોય છે તેઓનું સિવિલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે.

તેમજ તેઓએ વધુમાં કહ્યું કે, આવા કિસ્સામાં પ્રાઇવેટ હોસ્પિટલોની તપાસ કરવામાં આવશે અને ભવિષ્યમાં પગલાં પણ ભરીશું. સાથે તેઓએ જણાવ્યું હતુ કે, સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે પરંતુ આરોગ્ય મંત્રાલય તે માટે તત્પર છે. ડોકટરોની અછતને દૂર કરવા માટે મેડિકલ સીટ પણ વધારી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details