રાજ્ય સરકારે મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી 16મી સેપ્ટમ્બરથી ટ્રાફિકનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. જેને લઈ સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર હરેકૃષ્ણા પટેલે જણાવ્યું હતું કે, આ કાયદો પૈસા પડાવવા માટે નથી. સુરતમાં જ થોડા દિવસ પહેલા જ બે લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા. જો તેમણે હેલ્મેટ પેહર્યું હોત તો તેમનું જીવન બચી જાત. ટ્રાફિકના આ નિયમોનું પાલન કરવામાં આવશે તો પોલીસ દંડ કરશે નહી. આવા જનજાગૃતિના કાર્યક્રમો સુરતમાં હાથ ધરવામાં આવશે. તકવાદી લોકો ખોટી અફવા ફેલાવી રહ્યાં છે.
સુરતમાં નવા ટ્રાફિક નિયમોનો અમલ, પોલીસ વિભાગથી થશે શરુઆત - સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર હરેકૃષ્ણા પટેલ
સુરત: કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટ કાયદો લાવ્યા બાદ વિજય રૂપાણી સરકારે આ કાયદામાં સુધારો કરી 16મી સેપ્ટમ્બરથી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિકના નવા નિયમોને લઈને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર જોઈન્ટ સીપી હરે કૃષ્ણાએ જણાવ્યું હતું કે, નવા મોટર વ્હીકલ કાયદાનું શહેરના નાગરિકોને જાગૃત કરવાનું કામ કરવામાં આવશે. ત્યારબાદ તેનો આક્રમકતાથી અમલ કરવામાં આવશે. જેની શરૂઆત પોલીસ વિભાગથી કરવામાં આવશે.

etv bharat surat
સુરતમાં મોટર વ્હીકલ એક્ટ કાયદાનો અમલ
જનતાને આ નિયમ પાળવા તેમજ અપીલ કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, NGO અને શાળાઓના વિદ્યાર્થીઓ સાથે મળી નવા કાયદાને લઈ લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે આક્રમક રીતે આ કાયદાનો અમલ પણ કરવામાં આવશે.