ગુજરાત

gujarat

સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

સુરત નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા અને સમાન કામ અને સમાન વેતનની માંગને લઈ આજે રવિવારના શહેરના અલગ-અલગ હેલ્થ સેન્ટરો પર હડતાળ પર ઉતર્યા હતા. છેલ્લા ત્રણ વર્ષથી પોતાની પડતર માંગણીઓ માટે સરકારને રજૂઆતો કરી હતી. પરિણામ નહિ આવતા છેવટે હડતાળનો માર્ગ અપવાનો પડ્યો છે.

By

Published : May 16, 2021, 7:24 AM IST

Published : May 16, 2021, 7:24 AM IST

સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા
સુરતમાં નેશનલ હેલ્થ મિસનના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

  • નેશનલ હેલ્થ મિસનના કર્મચારી હડતાળ ઉપર ઉતર્યા
  • સુરત મહાનગરપાલિકામાં 500થી વધુ ડોક્ટરો હડતાળ પર
  • સમગ્ર રાજ્ય 5000 જેટલા ડોક્ટરો હડતાળ પર

સુરત :સમગ્ર ગુજરાતમાં નેશનલ હેલ્થ મિસનમાં 5,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. તેવો સરકાર સમક્ષ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા અને સમાન કામ અને સમાન વેતનની લાંબા સમયથી માંગ છે. છેલ્લા ત્રણ વર્ષથી પોતાની પડતર માંગણીઓ માટે સરકારને રજૂઆતો કરતા આવી રહ્યા છે. પરિણામ નહીં આવતા આજે સુરત શહેરના અલગ-અલગ હેલ્થ સેન્ટરો પર હડતાલ પર ઉતર્યા હતા. અડાજણ ખાતે આવેલા હેલ્થ સેન્ટર પર કર્મચારીઓ કામ બંધ રાખી હેલ્થ સેન્ટર બહાર સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો : નેશનલ હેલ્થ મિશનના 20,000 કર્મચારીઓએ આપી હડતાળની ચીમકી

વેતન ખાલી 25 હજાર આપવામાં આવે

અડાજણ હેલ્થ સેન્ટર પર કામ કરતા કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારી ઘણા સમયથી પડતર માંગણીઓ છે. જેમ કે, કોન્ટ્રક પ્રથા બંધ કરવા અને સમાન કામ અને સમાન વેતન. અમે લોકો MBSSની કેટેગીરીમાં જ કામ કરીએ છે. અમને વેતન ખાલી 25 હજાર આપવામાં આવે છે.

આ પણ વાંચો : વલસાડ GMERS એસોસિએશનની 200 સ્ટાફ નર્સ અને 80 તબીબોએ પડતર માગને લઇ કરી હડતાળ

12 ઓકટોબર 2020માં ગાંધીનગર ખાતે આવેદનપત્ર આપેલું

12 ઓકટોબર 2020માં ગાંધીનગર ખાતે આ બાબતે આવેદનપત્ર આપેલું હતું. પરંતુ પણ અજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ફરી અમે 8 તારીખે આવેદનપત્ર આપેલું હતું. પડતર માંગોને લઈને 12 તારીખ સુધીમાં જવાબ માંગ્યો હતો. આજ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. જેથી કોન્ટ્રક પ્રથા બંધ કરવા, સમાન કામ અને સમાન વેતનની માંગને લઈને મહાનગરપાલિકાના નેશનલ હેલ્થ મિસનના 500 કર્મચારીઓ આજથી હડતાલ પર ઉતર્યા છે.

ABOUT THE AUTHOR

...view details