પતરાની સેડમાં લાઈટ લગાવતા વ્યક્તિના જીવનમાંથી કરંટ ગયો, શોકથી મોત સુરત: સચિન જીઆઇડીસી ખાતે આવેલ ડાયમંડ પાર્ક શ્રી કૃષ્ણ સ્ટીલ કંપની 30 ફૂટ ઊંચા પતરાના સેડ ઉપર અંદરની સાઈડ પર લાઈટ બનાવવા જતા એક કર્મચારી ને ઉપર કરંટ લાગતા ઉપરની રેલિંગ પર બેહોશ થયેલા હતા. જેને નીચે ઉતારી સારવાર માટે 108 એમ્બ્યુલન્સ માં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. તેમનું નામ વિજય રામદાસ ચિત્તે હતું.જેઓ 30 વર્ષના છે. તેઓ વીર નમર્દ હાઈટ્સ બેમાં કાનપુર સચિન ખાતે રહેતા હતા.તેમના એક મહિના પહેલાં બે જુડવા બાળકો થાય હતા મોત તથા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે. તો બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
હોસ્પિટલ મોકલ્યા: સુરતના સચિન જીઆઇડીસી ખાતે આવેલ ડાયમંડ પાર્ક શ્રી કૃષ્ણ સ્ટીલ કંપનીમાં ગઈકાલે સાંજે 30 ફૂટ ઊંચા પતરાના સેડ ઉપર અંદરની સાઈડ પર લાઇટનું સ્વીચ બોર્ડ બનાવવા જતા કર્મચારી ને કરંટ લાગી જતા બેભાન થઇ ગયો હતો જોકે તેમના સાથી મિત્રો દ્વારા તેમને અવાજ લગાવવામાં આવી હતી પરંતુ તેમનો અવાજ નઈ આવતા અંતે તેઓ નીચે ઉતારવા માટે ફાયર વિભાગની મદદ લીધી હતી.જેથી ભેસ્તાન ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી આશરે 30 ફૂટ ઊંચા પતરાના સેડ ઉપર સીડી લગાવી બેભાન થયેલા વિજયને નીચે લાવી 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ મોકલ્યા હતા.
"આ ઘટના ગઈકાલની છે. જેમાં મૃતક નામ વિજય રામદાસ ચિત્તે હતું.જેઓ મૂળ મહારાષ્ટ્રના હતા તેઓ 30 વર્ષના છે. વીર નમર્દ હાઈટ્સ બેમાં કાનપુર સચિન ખાતે રહેતા હતા તેઓ અમારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ડાયમંડ પાર્ક શ્રી કૃષ્ણ સ્ટીલ કંપનીમાં ગઈકાલે સાંજે 30 ફૂટ ઊંચા પતરાના સેડ ઉપર અંદરની સાઈડ પર લાઇટનું સ્વીચ બોર્ડ બનાવવા પણ ક્રેનની મદદથી ઉપર ચઢ્યા હતા"-- દિગ્વિજયસિંહ (પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ)
આગળની તપાસ:જ્યાં તેમને કરંટ લાગી જતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને ભેસ્તાન ફાયર વિભાગ દ્વારા નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સમાં A to Z હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. તેઓ એક મહિના પહેલા પિતા બન્યા હતા તેમને બે જુડવા બાળકો થયા છે. હાલ બંને બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે તથા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.જોકે તેમને કોણે કીધું હતું ઉપર જવા માટે અને તેઓ કોઈ પ્રકારનું ઈલેક્ટ્રીક સાધન પહેર્યું હતું કે નહીં અને તેઓ પોતે ઈલેક્ટ્રીક મેન હોવાથી તેમને કઈ રીતે કરંટ લાગી શકે છે તે મામલે અમે આગળની તપાસ હાથધરી છે.
- Surat News: અલગ-અલગ રાજ્યોમાં ધાડ-ચોરીને અંજામ આપતી કુખ્યાત ગેંગના બે સભ્યો સુરત ક્રાઇમ બ્રાન્ચના ઝબ્બે
- Surat News : સુરતમાં રોગચાળો વકર્યો, હોસ્પિટલો તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ