ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીના ખેડૂતોએ ખેતીની પદ્ધતિમાં કર્યો બદલાવ, કંદમૂળનો પાક લઇ સારી આવક મેળવી

તાપીઃ જિલ્લાના બારડોલી તાલુકામાં હવે ખેડૂતોએ ખેતીની પદ્ધતિમાં બદલાવ કર્યો છે. એક એવા પ્રગતિશીલ ખેડૂત કે જેમણે કંદમૂળ કહેવાતા સુરણની ખેતી કરી સારું એવું ઉત્પાદન લઈ રહ્યા છે.

બારડોલી તાલુકામાં હવે ખેડૂતોએ ખેતીની પદ્ધતિમાં કર્યો બદલાવ, કરી સુરણની ખેતી

By

Published : Jul 16, 2019, 12:44 PM IST

ખેતી વાડી અને ખેતીના પાકોની વાત કરીએ તો સુરત જિલ્લામાં ખેડૂતોએ અલાયદી ખેતી તરફ વળ્યા છે. આવા જ એક ખેતીના પાકની વાત કરીએ તો એ છે સુરણની ખેતી. બારડોલી તાલુકાના બમરોલી ગામના યુવાન ખેડૂત પરેશભાઈ કે જેઓ પોતાની જમીનમાં સુરણનો પાક લીધો છે. બેથી અઢી મહિનામાં સુરણ જમીનમાં તૈયાર થાય છે. ખેડૂતો દ્વારા સુરત તેમજ અમદાવાદ જેવા શહેરોમાં મોકલવામાં આવે છે. અન્ય પાકોની સરખામણીએ ઓછી મહેનતે યોગ્ય વળતર પણ સુરણની ખેતીમાં મળી રહેતું હોય છે.

બારડોલી તાલુકામાં હવે ખેડૂતોએ ખેતીની પદ્ધતિમાં કર્યો બદલાવ, કરી સુરણની ખેતી

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને તેમાં પણ સુરત જિલ્લાની વાત કરીએ તો શેરડી અને ડાંગર પ્રધાન પાક કહેવાય છે. શેરડી અને ડાંગર બાદ ખેડૂતો શાકભાજી તરફ વળ્યા હતા. અને હવે કંદમૂળ કહેવાતા સુરણની ખેતી કરી નસીબ અજમાવી રહ્યા છે. વધતી મજૂરી, વધતા રાસાયણિક ખાતરના ભાવોથી ત્રસ્ત થઈ ખેડૂતો રોકડીયા પાક તરફ વળ્યા છે. ભેજવાળી જમીન સુરણના પાકને માફક આવે છે. તો બીજી બાજુ રાસાયણિક દવા છાંટવામાં નહીં આવતા સંપૂર્ણ રીતે સુરણ ઓર્ગેનિક તૈયાર થાય છે. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહે છે.

અન્ય ખેતી અને શાકભાજી કરતા સુરણની ખેતીમાં ભાવોમાં પણ ખેડૂતોને યોગ્ય ઉતાર મળતા આર્થિક રીતે વિઘા દીઠ 40 હજારથી વધુ આવક મળી રહે છે. ખેતીમાં અન્ય પાકોની જેમા કંદમૂળના પાકોને પણ સરકાર દ્વારા યોગ્ય પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવે તેવી પણ ખેડૂતો મત વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને સુરત જિલ્લામાં અને બારડોલી પંથકમાં પરંપરાગત રીતે શેરડી અને ડાંગરનો પાક લેતા આવ્યા હતાં. હવે ખેતી કરવાની પદ્ધતિ અને પાકમાં બદલાવ લાવી ખેડૂતો એ ખેતી ક્ષેત્રે નવો જ રાહ ચીંધ્યો છે.

ABOUT THE AUTHOR

...view details