સુરત:બજારમાં દિવ્યાંગો માટે મળતી વ્હીલ ચેરની કિંમત સુવિધા પ્રમાણે વધારે હોય છે. દિવ્યાંગોની સ્થિતિ જોઈને સુરતમાં બી.ટેક ત્રીજા વર્ષમાં ભણતા શિવમ મૌર્યાએ દિવ્યાંગો માટે એક અનોખી વ્હીલ ચેર બનવી છે. શિવમ મોર્યાએ એક એવું અટેચમેન્ટ ચેરમાં સેટ કર્યું છે કે સામાન્ય વ્હીલ ચેર એક ઈલેક્ટ્રીક વ્હીલ ચેરમાં રૂપાંતરિત થઈ જાય છે. આ ચેરથી દિવ્યાંગોને બીજાની મદદ લેવાની જરૂર રહેતી નથી.
દિવ્યાંગોને મદદરૂપ:ઇલેક્ટ્રિક વ્હીલ ચેર બનાવનાર શિવમ મૌર્યાએ જણાવ્યું હતું કે, 'અમે કોઈ નવું વ્હીલ ચેર ડિઝાઇન કર્યું નથી માત્ર એક અટેચમેન્ટ તૈયાર કર્યું છે. જે લોકોને બેક જવામાં તકલીફ પડતી હોય અથવા જે લોકો પેરાલીસીસના દર્દીઓ હોય તેને આ બહુ ઉપયોગી સાબિત થશે. બોડીનો કોઈ પણ ભાગ નુકસાન પહોંચે તો વ્હીલ ચેર ચલાવવામા તકલીફ છે.'
દિવ્યાંગ પરિવારજનોની સમસ્યાને મળી પ્રેરણા: અટેચમેન્ટ લગાડવામાં માત્ર 30 સેકન્ડ જેટલો સમય લાગશે. અટેચમેન્ટ લગાવવાથી સાધારણ વ્હીલ ચેર ઇલેક્ટ્રીક વ્હીલ ચેરમાં રૂપાંતરિત થઈ જશે. શિવમ મોર્યાએ જણાવ્યું હતું કે, 'મારા પરિવારમાં પણ આવા લોકો છે અને તેઓ દિવ્યાંગ છે. જ્યારે હું તેમને મળ્યો ત્યારે મને અનુભવ થયો કે જ્યાં સુધી વ્યક્તિનો હાથ પગ ચાલે ત્યાં સુધી વ્યક્તિ સક્ષમ હોય છે પરંતુ જ્યારે કોઈપણ અંગ હોતું નથી ત્યારે તે બીજા પર આશ્રિત થઈ જાય છે. તેમની આ તકલીફ જોઈને મને પોતે તકલીફ થઈ આજ કારણ છે કે આ અટેચમેન્ટ હું તૈયાર કરી રહ્યો છું.'