સુરત:લોકો હવે ઈલેક્ટ્રીકબાઈકની (electric bike battery blast in surat) ખરીદી વધુ કરી રહ્યા છે. એક ઘટના સુરતમાં બની છે. આ ઘટના કારણે તમે ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી કરતા પહેલા તમે અચકાશો તે પણ પાક્કું છે. શહેરના સચિન વિસ્તારમાં કરિયાણાની (Electric scooter battery) દુકાનમાં ઈલેક્ટ્રીક બાઈકની બેટરીચાર્જ કરવા મુકવામાં આવી હતી. અચાનક એક બાદ એક ધડાકા (electric scooter battery blast) થતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ (electric bike battery blast in surat) પહોંચતા તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
સામાન્ય ઇજાઓ: ઈલેક્ટ્રીક બાઈકને(electric scooter in surat) લઇને લાલબત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા 58 વર્ષીય જયલાલ મુનીલાલ બિંદ જેઓ પ્રોવિઝન કરિયાણાની દુકાન ચલાવે છે. બપોરના સમય દરમિયાન તેમણે પોતાના મિત્ર મહેશ જેમની પાસે ઈલેક્ટ્રીક બેટરી વાળી સ્કુટી છે. જે સ્કુટીને તેઓ ચાર્જ કરવા માટે જયલાલ મુનીલાલ બિંદના કરીયાણા સ્ટોરમાં મૂક્યો હતો. પરંતુ અચાનક જ સ્કુટીની બેટરીમાં એક બાદ એક ધડાકો (electric bike battery blast in surat) થતા જયલાલ મુનીલાલ બિંદ ગંભીર રીતે દાઝી ગયા હતા. તે ઉપરાંત તેમની સાથે અન્ય બે બાળકોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી.