ગુજરાત

gujarat

ETV Bharat / state

મઢી સુગર ફેક્ટરીની ચૂંટણી પૂર્ણ : 79.38 ટકા મતદાન - Election of Madhi Sugar Factory

સુરત જિલ્લાની મઢી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે ગુરૂવારના રોજ મતદાન યોજાયું હતું. સુરત અને તાપી જિલ્લામાં કુલ 6,912 માન્ય મતદારોમાંથી 5,487 મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 79.38 ટકા મતદાન નોંધાયું હતું. આગામી 21 નવેમ્બરના રોજ મઢી સુગર ફેક્ટરી ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવશે.

મઢી સુગર ફેક્ટરી
મઢી સુગર ફેક્ટરી

By

Published : Nov 20, 2020, 4:42 AM IST

  • સૌથી વધુ મતદાન માંડવી 2 બેઠક પર 87.50 ટકા
  • સૌથી ઓછું વરાડ બેઠક પર 60.58 ટકા મતદાન નોંધાયું
  • કુલ 17 પૈકી ત્રણ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી

સુરત : બારડોલી તાલુકામાં મઢી ખાતે આવેલી શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.(મઢી સુગર ફેક્ટરી)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી ગુરૂવારના રોજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં કુલ 79.38 ટકા મતદાન થયું હતું.

સહકાર પેનલ અને પરિવર્તન પેનલ આમને સામને

વર્તમાન પ્રમુખ સમીર ભક્તની સહકાર પેનલ અને ઉપપ્રમુખ કેતન પટેલની પરિવર્તન પેનલ આમને સામને હોય બન્ને વચ્ચે ભારે રસાકસીભરી સ્થિતિ જોવા મળી હતી. જોકે, સમગ્ર ચિત્ર શનિવારના રોજ થનારી મત ગણતરી બાદ જ સ્પષ્ટ થશે. સૌથી વધુ મતદાન માંડવી 2 બેઠક પર 87.50 ટકા જ્યારે સૌથી ઓછું વરાડ બેઠક પર 60.58 ટકા મતદાન નોંધાયું હતું.

મઢી સુગર ફેક્ટરીની ચૂંટણી પૂર્ણ

3 બેઠક બિનહરીફ જાહેર થયા

ગુરૂવારે લાભ પાંચમના દિવસે મઢી સુગર ફેક્ટરીની કુલ 17 બેઠકો પૈકી 14 બેઠકો માટે મતદાન થયું હતું. જ્યારે 3 બેઠક વરાડ, માંગરોળ-વાલિયા અને બિન ઉત્પાદક જૂથના ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થયા હતા.

કુલ 34 મતદાન મથકો પર યોજાયું મતદાન

કુલ 14 બેઠકો માટે 34 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. જેમાં જૂથ 1 મઢી બેઠક પર 81.30 ટકા, જૂથ 2 બાજીપુરા બેઠક પર 77.39 ટકા, જૂથ 3 વાલોડ બેઠક પર 82.13 ટકા, જૂથ 4 વાંકાનેર બેઠક પર 82.44 ટકા, જૂથ 5 નિઝર બેઠક પર 81.77 ટકા, જૂથ 6 વરાડ બેઠક પર 60.58 ટકા (મહિલા અનામત 1 અને અનુસુચિત જાતિ જનજાતિ અનામત માટે), જૂથ 7 પલસોદ બેઠક પર 79.14 ટકા, જૂથ 8 હરીપુરા બેઠક પર 80.18 ટકા, જૂથ 9 વ્યારા -1 બેઠક પર 75.22 ટકા, જૂથ 10 વ્યારા 2 બેઠક પર 78.92 ટકા, જૂથ 11 માંગરોળ વાલિયા બેઠક પર 62.50 ટકા(મહિલા અનામત 2 અને અનુસુચિત જાતિ જનજાતિ અનામત માટે), જૂથ 12 માંડવી 1 બેઠક પર 84.88 ટકા, જૂથ 13 માંડવી 2 બેઠક પર 87.50 ટકા મતદાન થયું હતું.

આ પણ વાંચો -સુરત: મઢી સુગર ફેક્ટરીની ચૂંટણી 19 નવેમ્બરના રોજ યોજાશે

17 ઓક્ટોબર - સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલી મઢી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેથી સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details