સુરતરાજ્યમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણીની (Gujarat Political News) તૈયારીમાં એટલી વ્યસ્ત છે કે તેમને ઊંચું જોવાનો પણ સમય નથી. આવી જ સ્થિતિ છે કેન્દ્રિય ચૂંટણી પંચની પણ. ચૂંટણી પંચની ટીમ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Election) ધ્યાનમાં (election commission of india visit surat) રાખી આજે સુરતની મુલાકાતે આવી હતી.
કેન્દ્રિય ચૂંટણી પંચ સુરતની મુલાકાતે, ચૂંટણી સંબંધિત તૈયારી અંગે 6 જિલ્લાની કરી સમીક્ષા
કેન્દ્રિય ચૂંટણી પંચની ટીમ આજે સુરતની મુલાકાતે આવી (election commission of india visit surat) હતી. અહીં ટીમે સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તો આ બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટર અને SP ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં તમામ જિલ્લાના કલેક્ટર અને SP રહ્યા ઉપસ્થિત ચૂંટણી પંચની ટીમે (election commission of india visit surat) સુરતના સરકીટ હાઉસ (circuit house surat) ખાતે સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તો આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રિય ચૂંટણી પંચના (election commission of india visit surat) નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ. બી. જોષી, ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારથિ તેમ જ તમામ જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાતઆ મહત્વની સમીક્ષાની બેઠકમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જોકે, એક સ્થળેથી જ 5થી 7 જિલ્લાની સંયુક્ત સમીક્ષા કરી હતી. આ સમીક્ષા કર્યા બાદ દિલ્લી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election) સત્તાવાર જાહેરાત કરી શકે તેવી સંભાવના હોઈ શકે છે.