સુરતમાં બિલ્ડીંગના 9માં માળે ફસાયેલી વૃદ્ધ મહિલાનું ફાયર વિભાગ દ્વારા સહી સલામત રેશક્યું કરવામાં આવ્યું સુરત:બિલ્ડીંગના 9માં માળે ફસાયેલી વૃદ્ધ મહિલાનું ફાયર વિભાગ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.ઘરનો દરવાજો લોક થઇ જતા વૃદ્ધ મહિલા ફસાઈ ગઈ હતી તેમને બહાર લાવા માટે ફાયર વિભાગ ની મદદ લેવામાં આવી હતી. બુમાબુમ કરતા લોકો આવી ગયા તેઓને બહાર લાવામાં માટે ફાયર વિભાગને જાણ કરી હતી.
ઘરની ગેલેરીમાં ઊભા હતા: સુરતમાં બિલ્ડીંગના 9માં માળે ફસાયેલી વૃદ્ધ મહિલાનું ફાયર વિભાગ દ્વારા સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શહેરના જહાંગીપુરા વિસ્તારમાં આવેલઆસારામ આશ્રમની બાજુમાં રંગરાજ રેસીડેન્સી સ્તુતિ બિલ્ડીંગના 9માં માળે રહેતી 54 વર્ષીય દક્ષાબેન માતુરકર જેઓ આજરોજ સવારે પોતાનના ઘરની ગેલેરીમાં ઊભા હતા. ત્યારે અચાનક જ ગેલેરીનો દરવાજો લોક થઈ જતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા. તેઓ બુમાબુમ કરતા લોકો આવી ગયા તેઓને બહાર લાવામાં માટે ફાયર વિભાગને જાણ કરતા મોરા ભાગળ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને એક બિલ્ડીંગ માંથી બીજા બિલ્ડિંગમાં ફાયરના એક જવાનમહિલાના ઘરના ઝાળીને કાપીને તેઓને બહાર લાવ્યા હતા.
"અમને આજે સવારે 7:34 વાગે ફાયર કંટ્રોલ રૂમમાંથી એવી માહિતી આપવામાં આવી હતીકે, જહાંગીપુરા વિસ્તારમાં આવેલ આસારામ આશ્રમની બાજુમાં રંગરાજ રેસીડેન્સી સ્તુતિ બિલ્ડીંગ ના 9માં માળે 903માં રહેતી 54 વર્ષીય દક્ષાબેનમાતુરકર જેઓ પોતના કિચનના ગેલેરીમાં દરવાજો લોક થઈ જતા તેઓ ફસાઈ ગયા છે"-- વસંત સૂર્યવંશી (ફાયર વિભાગ ઓફિસર)
હેન્ડલોક તૂટી ગયું: હેન્ડલોક તૂટી જવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા. વધુમાં જણાવ્યુંકે, જેથી અમે ત્યાં પહોંચ્યા હતા. અમારો એક જવાન બીજી બિલ્ડીંગના એક ઘરના ગેલેરીમાંથી દક્ષાબેનના ઘરના ગેલેરી સુધી પહોંચ્યા હતા. પરંતુ ત્યાં જાળી હોવાથી તે જાળી કટર મશીન વડે કાપીને તેઓ અંદર પહોંચ્યા અને મહિલાનો જે દરવાજ હતો. તે હેન્ડલોક તૂટી જવાને કારણે તેઓ ફસાઈ ગયા હતા. જેથી હેન્ડલોક ની જગ્યાએ મોટું પાનું મારતા દરવાજો ખૂલી ગયું હતું. બેન બહાર આવી ગયા હતા.આ બેન પોતે સુરત મહાનગરપાલિકામાં સીટી ઇજનેર તરીકે કામ કરે છે. જેમ ફસાયા હતા તે રીતે તેઓ બુમાબૂમ કરતા તેમના આજુબાજુના પડોશીઓ આવી ગયા હતા અને તેમણે ફાયર વિભાગને જાણ કરી હતી. જે સમય આ ઘટના ઘટીત થઈ તે સમયે તેઓ ઘરમાં એકલા જ હતા.
- Surat News: મલેકપોરની મીંઢોળા નદીમાંથી વિચિત્ર પ્રકારની માછલી મળી આવતાં અચરજ
- Surat Diamond Bourse: હીરા ઉદ્યોગપતિઓ PM મોદીને મળ્યા, જાણો 'સુરત ડાયમંડ બુર્સ'નું ક્યારે થશે ઉદ્ઘાટન ?