જનતા કરફ્યૂ : સુમસામ રસ્તા ઉપર દિવ્યાંગ સ્વચ્છતા મહિલા કર્મીએ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું - કોરોના અપ ડેટ્સ
કોરોના વાઇરસ સંક્રમણથી બચવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ લોકો જનતા કર્ફ્યુના સમર્થનમાં ઘરે છે, ત્યારે ઇમરજન્સી સેવા માત્ર ચાલુ છે. આ વચ્ચે સુમસામ રસ્તા ઉપર દિવ્યાંગ સ્વચ્છતા હીરો મહિલા કર્મચારીઓએ લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. તેઓ આ સંક્રમણથી શહેરીજનોને બચાવવા માટે રસ્તાઓની સફાઈ કરી રહ્યા છે.
જનતા
સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ દેશભરમાં જનતા કર્ફ્યુ અને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે જનતા કર્ફ્યુને લઇ ટેકસ્ટાઇલ અને ડાયમંડ સિટી સુરતમાં પણ લોકો ઘરે છે. માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ છે, ત્યારે રસ્તા પર દિવ્યાંગ મહિલા કર્મચારી સફાઈ કરતા નજરે પડી હતી. જન સેવા અને કર્તવ્યનિષ્ઠા બતાવતી સ્વચ્છતા હીરો વનિતા સુરતી છેલ્લા 1 વર્ષથી આ નોકરી કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે, આજે રજા નથી મળી, પરંતુ તેઓ લોકો માટે કામ કરી રહ્યા છે અને લોકો તેમના ઘરે રહે.
Last Updated : Mar 22, 2020, 11:57 AM IST