ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ કાફલો રોકાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા - રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયા

પ્રફુલ પાનસેરિયા કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તારમાં વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા હતા તે વેળાએ કામરેજના કઠોર-અબ્રામા રોડ પર બાઈક ચાલકોને અકસ્માત નડ્યો હતો. જેથી પ્રફુલ પાનસેરિયાએ પોતાનો કાફલો રોકાવી તેઓના ખબર અંતર પૂછી 108ની મદદથી ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

પ્રફુલ પાનસેરિયાએ કાફલો રોકાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા
પ્રફુલ પાનસેરિયાએ કાફલો રોકાવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા

By

Published : Jan 29, 2023, 10:13 PM IST

સુરત:રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલ પાનસેરિયાએ માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યના શિક્ષણપ્રધાન પ્રફુલભાઈ પાનસેરિયા કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ વિસ્તારોમાં વિકાસલક્ષી કામો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા હતા. તેઓનો કાફલો કામરેજના કઠોર-અબ્રામા રોડ પરથી પસાર થઇ રહ્યો હતો તે વેળાએ બાઈક ચાલક બે લોકોને અકસ્માત નડ્યો હતો. પ્રફુલ પાનસેરિયાને આ બાબતની જાણ થતા તેઓએ પોતાનો કાફલો રોકાવ્યો હતો અને જાતે જ ઈજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા હતા અને બાદમાં 108ની મદદથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

ઈજાગ્રસ્ત લોકોના ખબર અંતર પૂછ્યા

કાફલો ઉભો રખાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોચાડ્યા:પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે મને અકસ્માતની જાણ થતા જ કાફલો ઉભો રખાવી ઈજાગ્રસ્ત લોકો પાસે પહોચ્યો હતો. બે લોકોને અકસ્માતમાં ઈજા થઇ હતી જેથી મેં મારી પાસે રહેલી શાલ મંગાવી તેઓને ઓઢાડી હતી. અકસ્માતમાં બંને લોકોને સામાન્ય ઈજાઓ થઇ હતી. જેથી મેં તેઓની સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા. વધારે ઈજા થઇ હોત તો હું તાત્કાલિક મારી ગાડીમાં જ હોસ્પિટલ લઇ જાત પણ સામાન્ય ઈજાઓ થઇ હતી. 108માં જાણ કર્યા બાદ ટીમ ત્યાં આવી જતા બંને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ પણ વાંચો:માનવતા લુપ્તતા આરે, આત્મહત્યા કરનારના જીવથી જરૂરી વીડિયો!

શૌચાલયની સાફ સફાઈ કરી:થોડા દિવસ પહેલા પ્રફુલ પાનસેરિયાએ ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લીધી હતી. પ્રફુલ પાનસેરિયાએ શાળાના બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો. શિક્ષણની વિવિધ બાબતે ચર્ચાઓ કરી હતી.શાળાના ઓરડાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ શિક્ષકોની રજૂઆતો સાંભળી હતી. આકસ્મિક મુલાકાતે આવેલા ધારાસભ્યએ શાળાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. શાળાના શૌચાલયમાં ગંદકી દેખાતા તેઓએ હાથમાં પાણીની પાઇપ અને સાવરણો પકડી શૌચાલયની સાફ સફાઈ કરી હતી તેમજ શાળાના પટાંગણમાં કચરો પણ વીણ્યો હતો.

આ પણ વાંચો:Vaghrech Tidal Regulator Dam Project: ગણદેવી તાલુકાના ગામોને ટુંક સમયમાં મળશે પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી

સાદગીથી જાણીતા: પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ડુંગરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને સારું શિક્ષણ આપે છે. શાળાના શિક્ષકોને અભિનંદન આપુ છું. શાળાના બાળકો ખૂબ ટેલેન્ટ છે. બધી જ પ્રવૃતિમાં બાળકો હોશિયાર છે. મને ગર્વ છે મારી શાળાઓના ટોયલેટ સાફ કરતા પણ મને શરમ નહીં આવે જે સંદેશો હું ગ્રામજનોને આપુ છું, બાળકો જ્યાં ભણે છે ત્યાં સ્વચ્છતા હોવી જોઈએ. ઉલ્લેખનિય છે કે પ્રફુલ પાનસેરિયા તેઓની સાદગીથી જાણીતા છે તેમજ લોકોના પ્રશ્નોનું જલદી નિરાકરણ આવે તે માટે સૂચનો કરે છે. જેથી તેઓની લોકપ્રિયતા સતત વધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details