રાજ્ય શિક્ષણ વિભાગના પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ગત્ વર્ષની જેમ ચાલુ વર્ષે નવરાત્રી વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. નવરાત્રીમાં વિદ્યાર્થીઓ ગરબાનો આનંદ માણી શકે તે હેતુથી આ નિર્ણય લેવાય, પરંતુ સરકારના આ નિર્ણય સામે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રજુઆતોના મારા સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
નવરાત્રી વેકેશન રદ થતાં શાળા સંચાલકોમાં ખુશીનો માહોલ - Summer vacation
સુરતઃ રાજ્ય શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નવરાત્રી વેકેશનને રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયનો શહેરની ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી શિક્ષણપ્રધાને પોતાની ભૂલ સ્વીકારી વિધાર્થી હિતમાં નિર્ણય લેવાયો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં નવરાત્રી વેકેશન રદ કરવામાં આવ્યું છે જેને લઈ ઉનાળું વેકેશન રાબેતા મુજબનું જ રહેશે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ પ્રધાનને લેખિતમાં વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા રજુઆત કરવામાં આવી હતી. નવરાત્રી વેકેશનના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરિત અસર પડતી હોવાની ફરીયાદ કરવામાં આવી હતી. જેથી આખરે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવરાત્રી વેકેશન રદ કરવાનો નિર્ણય કર્યો છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વની જાહેરાત કરી નવરાત્રી વેકેશન રદ કરી નાખ્યું છે.
સરકારના આ નિર્ણય બાદ તમામ શાળાઓના સંચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારના આ નિર્ણયને શાળા સંચાલક અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે આવકાર્યો છે. ગત્ વર્ષે નવરાત્રી વેકેશન હોવા છતાં શહેરની 400 થી વધુ શાળાઓએ વેકેશનનો બહિષ્કાર કરી શાળા કાર્યરત રાખી હતી.