ખેડૂતોની ઓનલાઈન અરજી સ્વીકારવા સિવાય તમામ કામો તલાટીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ખેડૂતોની સબસિડીની કાર્યવાહી ચાલે છે. તે માત્ર તલાટીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને ઓનલાઈન હાજરી એપ ઈ-ટાસ તલાટીઓ માટે જાણે ઈ-ત્રાસ બની ગયો છે. જેનો રાજ્યના તમામ તલાટીઓ વિરોધ કરી રહ્યા છે. તમામ તકતીઓ મહેસૂલી કામગિરીની રેવન્યુની કામગીરી બંધ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. અલગ-અલગ 18 પ્રક્રિયાઓ રેવન્યુ તલાટી દ્વારા કરવામાં આવે છે. તલાટીઓ ઈ-ટાસ એપ્લીકેશનથી હાજરી પુરવા બાબતે જણાવ્યું હતું કે, ખાસ કરીને રાજ્યના ટ્રાયબલ અને જંગલ વિસ્તારમાં નેટવર્કની સમસ્યા હોય છે અને હાજરી પુરવામાં મુશ્કેલીઓ થતી હોય છે.
ઓનલાઇન હાજરી, ઈ-ટાસ તલાટીઓ માટે બન્યું ઈ-ત્રાસ - Surat Latest NewsOnline attendees know for e-torture
સુરતઃ રાજ્યના 11,800 જેટલા તલાટીઓ પોતાની માગ માટે અનોખી રીતે વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધ તેમની ઓનલાઇન હાજરી પ્રક્રિયાને લઇને છે. એપ્લિકેશન દ્વારા તલાટીઓને હાજરી પુરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયમ તોડવામાં આવ્યો છે. જેના વિરોધમાં રાજ્યના તમામ તલાટીઓ રેવન્યુ કામ નહીં કરી વિરોધ નોંધાવી રહ્યાં છે.
ઈ-ટાસ તલાટીઓ માટે બન્યું ઈ-ત્રાસ
હાજરીની ઓનલાઈન સિસ્ટમથી ટેક્નિકલ સમસ્યા ઉભી થવાના કારણે તલાટીઓ વિરોધ કરી રહ્યાં છે. અગાઉ પણ તલાટીઓ અનેક વખત સરકાર સામે રજૂઆત કરી હતી. પણ કોઈ ઉકેલ આવ્યો નથી.