સુરત:ટેક્સટાઇલ નગરી સુરત એમ્બ્રોડરી ક્ષેત્રે પણ દેશભરમાં જાણીતું થયું છે. વિવિધ પ્રકારની એમ્બ્રોડરી માત્ર ફેશનેબલ વસ્ત્રોમાં જ નહીં. પરંતુ ભગવાનના વાઘા બનાવવામાં પણ ઉપયોગી થઈ રહી છે. જગત મંદિર દ્વારકામાં મંદિરે ધજા ચડાવવાનું જેટલું અનન્ય મહત્વ છે. તેટલું જ મહત્વ ભગવાન શ્રીકૃષ્ણના વાઘાને એટલે કે વસ્ત્રોને લઈને પણ છે. દેશભરમાંથી અનેક શ્રદ્ધાળુઓ ગુજરાતી વેપારીઓ પાસે અલગ અલગ હેન્ડ વર્કના વાઘા તૈયાર કરાવી ભગવાનને અર્પણ કરે છે. જેમાં સુરત શહેર પણ બાકાત નથી. દ્વારકાધીશના દર્શન માટે ભાવિ ભક્તો અભિલાષી હોય છે લીલા રંગના વાઘામાં ભગવાન દ્વારકાધીશના દર્શન આ દિવસે લોકો કરી શકશે.
હેમંતભાઈ ત્રીજી પેઢીના વેપારી:શહેરના સગરામપુરા વિસ્તારની છાપગર શેરીના હેમંતભાઈ છાપગરના પરીવારે 54 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશને સાચી જરીનો મુગટ અર્પણ કર્યો હતો. ત્યારથી પૂજારીઓ થકી ભક્તો હેમંતભાઈનો સંપર્ક કરે છે. તેમની પાસે વસ્ત્રો તૈયાર કરાવે છે. હેમંતભાઈ ત્રીજી પેઢીના વેપારી છે અને તેમની પાસે અલગ અલગ વર્ક પ્રમાણે ભક્તો વસ્ત્રો તૈયાર કરાવે છે. રૂપિયા 25000 થી શરૂ કરીને લાખો રૂપિયા સુધીના વસ્ત્રો તેઓ તૈયાર કરે છે.
આ પણ વાંચો દ્વારકાના નાથને પણ ગરમી લાગી, વિશેષ ચંદનના વાધા તૈયાર કરવામાં આવ્યા