ભારત સરકાર 3જી નવેમ્બરથી 10 એશિયાઈ દેશો અને 6 યુરોપીયન દેશો વચ્ચે ડયૂટી ફ્રી વેપાર કરાર કરવા જઈ રહી છે. આ મુદ્દે સરકાર પીછેહઠ કરવાના મૂડમાં બિલકુલ દેખાતી નથી. જો કે, ટેક્સટાઇલને આ કરારમાં ડી કેટેગરીમાં સ્થાન મળે તેવી રજૂઆત કરવા દેશભરના અનેક સંગઠનોએ એક સૂર પૂરાવ્યો છે. તેમજ સુરત ખાતે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ,સ્પીનર્સ,પ્રોસેસિંગ,નિટિંગ,અને ગારમેન્ટિગ સેકટરના લોકો હાજર રહ્યા હતા. એટલુ જ નહીં સરકારના આ નિર્ણય બાદ ચિંતામાં મુકાયેલી ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને લઈ મુંબઈ,ભીવનડી,માલેગાંવ અને ઈચ્છલકરંજી સહિત અમદાવાદના 25 ઔધોગિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ સુરતના નાનપુરા સ્થિત સમૃદ્ધિ ભવનમાં સુરત ચેમ્બર્સ ઓફ કોમર્સની આગેવાનીમાં મળેલી બેઠકમાં હાજર રહ્યા હતા. દેશભરના હાજર રહેલા ઔધોગિક સંગઠનોએ સરકારના આ નિર્ણય સામે નારાજગી દર્શાવી હતી. બેઠકમાં ઉપસ્થિત સંગઠનોએ જણાવ્યું હતું કે,સરકાર એશિયાઇ દેશો યુરોપિયન દેશો સાથે જ્યારે ડયૂટી ફ્રી કરાર કરવા જઈ રહી છે.ત્યારે દેશભરની ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ સામે મોટું સંકટ ઉભું થયું છે. કેન્દ્ર સરકાર ટેકસ્ટાઈલ્સને આ કરારમાં ડી કેટેગરીમાં સ્થાન આપે તેવી રજુઆત થઇ છે. સરકારના આ નિર્ણય સામે દેશની 28 ટેકસ્ટાઈલ્સ સંસ્થાઓના આગેવાનો આરસેપ કરારને પહેલા એક્સક્લુયુઝન આપવા માંગ કરવાના છે.
આ અંગે સુરતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કેતન દેસાઈએ જણાવ્યું હતું કે,આ અંગે સરકારમાં રજુઆત કરવામાં આવશે.જો સરકાર માંગણી નહીં સ્વીકારે તો રાહત આપવા એક સુર પુરાવવામાં આવશે. સુરત ખાતે યોજાયેલ મહત્વની બેઠકમાં ફિયાસ્વી, ફોગવા,સાષ્કમા ,સાંસમી,સહિત હિન્દુસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ, ફોસતા, ઓલ ઇન્ડિયા ટેકસ્ટાઈલ્સ ફેડરેશન ,ભીવનડી પાવર લુમ્સ એસોસિયેશન મળી 28 સંગઠનો હાજર રહ્યા હતાં. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈને તમામ સંસ્થાના આગેવાનોએ આરસેપ કરાર સામે ઉકળાટ અને નિરાશા વ્યક્ત કરી હતી. તેમજ અત્યાર સુધી એકેય ટેક્સટાઇલ્સની સંસ્થાને સરકારે આરસેપ મુદ્દે જાણ કરી નથી. સરકાર ચીન સહિતની કુલ 10 એશિયા અને 6 યુરોપિયન સાથે આ કરાર કરીને રહેશે. ત્યારે આ મામલે ટેકસ્ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝને બાકાત રાખવા અથવા તો રાહત આપે તેવી રજુ્આત કરવામાં આવશે.