ગુજરાત

gujarat

ETV Bharat / state

Fake IPS officer Caught: સુરતમાં વાહનો ચેકીંગ કરીને મેમો આપતો ડુપ્લીકેટ IPS પકડાયો

સુરતના ઉધના પોલીસે એક નકલી આઇપીએસને પકડી પાડ્યો છે. સુરતના ચાર રસ્તાઓ પર આઇપીએસ અધિકારી વાહનોને પકડીને મેમો આપતો હતો. પોલીસને આ નકલી આઇપીએસની ધરપકડ કરી હતી.

duplicate-ips-caught-giving-memos-by-checking-vehicles-in-surat
duplicate-ips-caught-giving-memos-by-checking-vehicles-in-surat

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2023, 10:40 PM IST

સુરત:શહેરના વિવિધ વિસ્તારોમાં વાહનો ઊભા રાખીને મેમો આપીને રોકડી કરી લેતા ડુપ્લીકેટ આઇપીએસને ઉધના પોલીસે પકડી પાડ્યો છે. આ આરોપી છેલ્લા છ મહિનાથી મેમો આપીને રોકડી કરી લેતો હોવાનું પોલીસના ધ્યાનમાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કેવી રીતે થયો પર્દાફાશ: પ્રાપ્ત વિગતો મુજબ ઉધના પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો અને ભાઠેના જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે એક થ્રી-સ્ટાર અને આઇપીએસ લખેલો વ્યક્તિ વાહનોને રોકીને ચેકીંગ કરી રહ્યો હતો. સાથે સાથે વાહન ચાલકોને મેમો પણ આપી રહ્યો હતો. આ દરમિયાન પોલીસનું ધ્યાન જતા તેઓએ ચેક કર્યું હતું. આઇપીએસ એકલો જ હોય તેની વોચ ગોઠવતા તેના ખભા ઉપર લાગેલા થ્રી-સ્ટાર ડુપ્લીકેટ હોય તેની ઉપર શંકા રાખીને દબોચી લેવાયો હતો.

ગુનો નોંધાયો:ઉધના ડી-સ્ટાફે આ યુવકને પકડીને પુછપરછ કરતા તેને પોતાનું નામ મોહંમદ સમરેંજ બતાવ્યું હતું. D સ્ટાફે આ યુવકને પીઆઇ એસ.એન. દેસાઇ પાસે લઇ જતા તે ડુપ્લીકેટ હોવાનું માલૂમ પડ્યું હતું. મોહંમદ સમરેજ વાહન ચાલકોને અટકાવીને ટ્રાફિકના વિવિધ નિયમો બતાવીને મેમો આપતો હતો અને ત્યારબાદ સમાધાન કરીને રૂપિયા પડાવી લેતો હતો. વાહન ચેકીંગ માટે તેને અલગ વોકી ટોકી પણ રાખી હતી અને અન્ય લોકોની સાથે વાતો પણ કરતો હતો. પોલીસે મોહંમદ સમરેંજને પકડીને તેની વધારાની પુછપરછ શરૂ કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.

ખભા ઉપર થ્રી-સ્ટાર:ઉધના પોલીસને આ યુવકને જોયો અને તેના ખભા ઉપર થ્રી-સ્ટારની સાથે આઇપીએસ લખ્યું હતું. પોલીસ પહેલા ચોંકી ઉઠી હતી. પરંતુ ધ્યાનથી જોયુ ત્યારે ખભા ઉપર અશોકસ્તંભનું ચિન્હ જોયુ ન હતું. જેના કારણે પોલીસને શંકા ગઇ હતી અને તેઓએ આ યુવકની ગતિવિધિને અટકાવીને પુછપરછ કરતા તે ડુપ્લીકેટ આઇપીએસ અધિકારી બનાવીને રૂપિયા પડાવતો હોવાનું બહાર આવ્યું હતું.

  1. Crime: હરિદ્વારમાંથી ઝડપાયો નકલી આર્મી ઓફિસર, અનેક નકલી દસ્તાવેજો મળ્યા, 22 લાખનો ચેક પણ મળ્યો
  2. Fake Mamlatdar caught : સસ્તામાં સોનુ આપવાની લાલચ આપતો નકલી મામલતદાર ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details