- કમોસમી વરસાદથી પોંકની મજા બગડી
- પોંકનો રંગ અને સ્વાદ બદલાઈ જશે
- સુરત જિલ્લામાં 1000 એકરમાં પોંકની ખેતી થાય છે
કમોસમી વરસાદના કારણે કારણે લીલા પોંક નો કલર લાલ થઈ જશે અને તેને સ્વાદ પણ બદલાઇ જશે - કમોસમી વરસાદ
ગુજરાતીઓ પોંકની મજા માણવા માટે આખા વર્ષની રાહ જોતા હોય છે. કારણ કે માત્ર શિયાળાની ઋતુમાં જ પોંકની મજા માણી શકાય છે. પરંતુ આ વર્ષે જે સ્વાદની રાહ ગુજરાતીઓ જોઈ રહ્યાં હતાં, તે સ્વાદ પોંકમાં મળશે નહીં. જિલ્લામાં માવઠુ અને સાર્વત્રિક કમોસમી વરસાદ નોંધાયો છે. દેશભરમાં પ્રખ્યાત એવા સુરતના પોંકની ખેતીને પણ માઠી અસર થઈ છે. જેના કારણે લીલા પોંકનો કલર લાલ થઈ જશે અને તેને સ્વાદ પણ બદલાઇ જશે.
આ વર્ષે લીલા પોંકનો કલર લાલ થઈ જશે અને સ્વાદ પણ બદલાઇ જશે, કારણમાં માવઠું
સુરતઃમાત્ર શિયાળામાં જ પોંકના સ્વાદની મજા માણવા મળતી હોય છે જે ગુજરાતીઓને આટલી હદે લુભાવે છે કેે વિદેશોમાં રહેતા ગુજરાતીઓ દક્ષિણ ગુજરાતથી આ પોંક મંગાવતા હોય છે. દેશ-વિદેશમાં પ્રખ્યાત પોંકના સ્વાદના લોકો રસિયા ,છે તે સ્વાદ આ વખતે લોકોને મળી શકે એમ નથી. કમોસમી વરસાદના કારણે પોંકનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. સુરત જિલ્લામાં આશરે 1000 જેટલા એકરમાં પોંકની ખેતી થાય છે પરંતુ હાલના કમોસમી વરસાદને લીધે જુવારના દાણા લાલ પડી જવાથી ભારે નુકશાની વેઠવાની નોબત આવી છે.