દિવાળી અને છઠ તેમજ ચૂંટણીને કારણે સુરતની ટ્રેનો રિગ્રેટ, બસોના ભાડામાં ધરખમ વધારો
દિવાળી અને છઠ તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણીને કારણે સુરતની ટ્રેનો રિગ્રેટ થઈ ગઈ છે. સ્થિતિ એ છે કે હવે ટ્રેનોમાં જગ્યા નથી કે કન્ફર્મ ટિકિટ ઉપલબ્ધ નથી જેને પગલે ઘણી ટ્રેનો રિગ્રેટ થઈ ગઈ છે. આવા સંજોગોમાં જે મુસાફરોને પોતાના ગામ જવું હોય તેમને હવે ખાનગી બસોનો સહારો લેવો પડ્યો છે. મુસાફરોની લાચારી અને ભારે માંગને કારણે વિવિધ ટ્રાવેલ એજન્સીઓની નોન-એસી અને એસી સ્લીપર બસોના ભાડા આસમાને પહોંચ્યા છે.
સુરત: સુરતથી ચાલતી ઉત્તર ભારતની તમામ રેગ્યુલર ટ્રેનો રિગ્રેટ થઈ ગઈ છે અને તેમાં ટિકિટ મેળવવી શક્ય નથી. આવી સ્થિતિમાં સુરતથી યુપી-બિહાર જતા લોકોની ભીડ ઘટાડવા માટે રેલવે દ્વારા 3 નવેમ્બરથી ઉધના-પટના અને સુરત-સુબેદારગંજ વચ્ચે દિવાળી સ્પેશિયલ ટ્રેન દોડાવવા આવી છે. આ બંને ટ્રેનોનું બુકિંગ ખુલતાની સાથે જ તેમની ત્રણ ટ્રીપ પહેલા જ દિવસે ખીચોખીચ ભરાઈ ગઈ હતી. દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર ભારત જવા માટેની તૈયારી કરી રહેલા યાત્રીઓને હાલ ટ્રેનની પરિસ્થિતિ અને ટિકિટ બુકિંગને લઈ નિરાશા થઈ છે.
વેઇટિંગ લિસ્ટ પણ ફુલ: 10 નવેમ્બરે આ ફેસ્ટિવલ સ્પેશિયલ બંને ટ્રેનોની સફરમાં વેઇટિંગ લિસ્ટ 350ને પાર કરી ગયું હતું. આના પરથી ભીડનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. જ્યારે તાપ્તી ગંગા, ઉધના-દાનાપુર જેવી નિયમિત ટ્રેનો મહિનાઓથી ખીચોખીચ ભરેલી હતી. આવી સ્થિતિમાં, સ્પેશિયલ ટ્રેનોની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે, બુકિંગ ખુલતાની સાથે જ ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ છે.
ટ્રેન નંબર 09045 ઉધના-પટણા સુપરફાસ્ટ
નવેમ્બર 10
રીગ્રેટ
17 નવેમ્બર
117 વેઇટિંગ લિસ્ટ
સુરત-સુબેદારગંજ સ્પેશિયલ
10 નવેમ્બર
399 વેઇટિંગ લિસ્ટ
17 નવેમ્બર
112 વેઇટિંગ લિસ્ટ
બસોમાં ચાર હજારથી વધુ ભાડું:
સુરતથી પ્રયાગરાજ, કાનપુર, જયપુર, ઈન્દોર જવા માટે મુસાફરોને 2થી 4 હજાર રૂપિયા ચૂકવવા પડે છે. આ બસોનું ઓનલાઈન બુકિંગ પણ વિવિધ પોર્ટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના પર પ્રારંભિક ભાડું ટ્રેન કરતા ત્રણ ગણું વધારે છે.
જો તમારે 11મી નવેમ્બરે સ્લીપર એસી બસમાં સુરતથી જયપુર જવું હોય તો તમારે ચાર હજારથી વધુ ભાડું ચૂકવવું પડશે. એ જ રીતે, તમારે અન્ય શહેરો માટે પણ વધુ ભાડું ચૂકવવું પડશે. સુરતથી તાપ્તી ગંગા જેવી ટ્રેનો દિવાળી વીકએન્ડ પર રિગ્રેટ થઈ ગઈ છે.
સુરતથી પ્રયાગરાજ સુધી ટ્રાવેલ એજન્સીઓ દ્વારા ચલાવવામાં આવતી નોન એસી બસોનું ભાડું આસમાને છે.
ઓનલાઇન બુકિંગ 2016 રૂપિયા પ્રતિ વ્યક્તિથી શરૂ થાય છે. જ્યારે ફતેહપુરની સ્લીપર બસનું ભાડું 1400 રૂપિયા છે.
ટ્રાવેલ એજન્સીઓના વિવિધ પોર્ટલ પર ઓનલાઈન બુકિંગ લેવામાં આવી રહ્યું છે. જ્યારે ટ્રેનનું સ્લીપર નોન-એસી ભાડું 700 રૂપિયાની આસપાસ છે, ત્યારે સ્લીપર બસનું ભાડું બમણું થઈ ગયું છે.
સુરતથી જયપુર સુધીની એસી બસનું ભાડું ચાર હજાર રૂપિયા થઈ ગયું છે.
સુરતથી બસોના ભાડા
ફતેહપુરનું ભાડું
નોન એસી 1400
પ્રયાગરાજ
નોન એસી 2016
કાનપુર
એસી 3665
જયપુર
એસી 3200
ઇન્દોર
એસી 4000
ગોવા
એસી 3450
જોધપુર
નોન એસી 200
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતને મીની ભારત તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં દેશના દરેક રાજ્યના લોકો આવીને રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે અહીં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, ઓડીસા સહિતના રાજ્યોના લોકો રહે છે. જેમાં રાજસ્થાન પણ સામેલ છે. સુરતમાં ઉત્તર પ્રદેશના પાંચ લાખ લોકો, બિહાર અને ઝારખંડના સાડા ચાર લાખ લોકો, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ત્રણ લાખ લોકો, ઓરિસ્સાના ચાર લાખ લોકો અને રાજસ્થાનના સાડા ચાર લાખ લોકો રહે છે. મોટાભાગે દિવાળીના પર્વ પર લોકો પોતાના વતન જાય છે. ઉત્તર ભારતથી આવેલા લોકો અહીં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે. દિવાળી અને છઠપૂજા પર તેઓ મોટી સંખ્યામાં સુરતથી પોતાના વતન જતા હોય છે.