ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાને પહોંચી વળવા સુરતનું તંત્ર સજ્જ, ઓક્સિજન સિલિન્ડરમાં રિફિલિંગની કામગીરી શરૂ

સુરતમાં કોરોનાની સંભવિત (Corona Cases in Surat) ચોથી લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ગયું છે. અહીં કોઈ પણ પ્રકારે ઓક્સિજનની અછત ન થાય તે માટે જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગને (Surat Health Department) આદેશ આપ્યા છે. આ સાથે જ નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital Surat) પણ વિશેષ વ્યવસ્થા (Surat oxygen cylinder refilling starts) કરવામાં આવી છે.

કોરોનાને પહોંચી વળવા સુરતનું તંત્ર સજ્જ, ઓક્સિજન સિલિન્ડરમાં રિફિલિંગની કામગીરી શરૂ
કોરોનાને પહોંચી વળવા સુરતનું તંત્ર સજ્જ, ઓક્સિજન સિલિન્ડરમાં રિફિલિંગની કામગીરી શરૂ

By

Published : Dec 24, 2022, 4:07 PM IST

જિલ્લા કલેક્ટરે આરોગ્ય વિભાગને સાવચેતીના પગલાં લેવા આદેશ આપ્યા

સુરતસમગ્ર વિશ્વમાં કોરોના ફરી માથું ઊંચકી રહ્યો છે. ત્યારે હવે દેશનું આરોગ્ય મંત્રાલય પણ સાવચેતીના પગલા (Corona Cases in Surat) લઈ રહ્યું છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડૉ મનસુખ માંડવિયાએ (Dr Mansukh Mandaviya Health Minister) તો રાજ્યોના આરોગ્ય પ્રધાન સાથે બેઠક યોજી પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી. ત્યારે હવે સુરતમાં પણ કોરોનાની સંભવિત ચોથી લહેરને ધ્યાનમાં રાખી તંત્રએ તમામ પ્રકારની તૈયારી કરી દીધી છે.

કોરોનાની સંભવિત લહેરને પહોંચી વળવા તંત્ર તૈયાર શહેરમાં કોરોનાના કેસ વધે (Corona Cases in Surat) ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ન થાય તે માટે સુરત જિલ્લા કલેક્ટરે (Surat District Collector) આરોગ્ય વિભાગને (Surat Health Department) સાવચેતીના પગલાં લેવા આદેશ આપ્યા છે. જ્યારે નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital Surat) તંત્ર દ્વારા ઓક્સિજન ડિસ્ટ્રિબ્યૂટરને હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક (Surat oxygen cylinder refilling starts) ભરવા માટે આદેશ આપી દેવાયા છે. આ સાથે જ ઓક્સિજન સપ્લાય કરતી કંપનીઓ એક્શન મોડમાં આવી ગઈ છે.

તમામ વસ્તુ ચકાસી લેવા આદેશ સુરત જિલ્લા કલેકટરના (Surat District Collector) આદેશ મુજબ સુરત સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ અને આર.એમ. એસ. જન ડિસ્ટ્રિબ્યૂટરને આદેશ આપ્યા છે કે, તેઓ ઓક્સિજનને લગતી તમામ ચીજવસ્તુઓની ચકાસણી કરી લે. તેમ જ ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે ટેન્ક ફૂલ કરી દેવામાં આવે. સાથે જ ઓક્સિજન અને ફૂલ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 17 ઓક્સિજન ટેન્ક સ્ટેન્ડબાય કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓક્સિજન સપ્લાય કરનારા (Surat oxygen cylinder refilling starts) ડિસ્ટ્રીબ્યૂટર અને કંપનીઓ દ્વારા કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે.

સિલેન્ડરો રીફલિંગ કરીને સ્ટેન્ડ બાય મૂકી દેવાયાઓક્સિજન ડિસ્ટ્રિબ્યૂટર એ. ડી. મોરેએ જણાવ્યું હતું કે, ફરી એક વખત કોરોનાના કેસ (Corona Cases in Surat) વૈશ્વિક સ્તરે વધી રહ્યા છે. હાલ ના નવી સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ (New Civil Hospital Surat) અને RMO દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે. તે પ્રમાણે ઓક્સિજનની પૂર્તિ (Surat oxygen cylinder refilling starts) અમે કરી રહ્યા છીએ. નવી સિવિલ હોસ્પિટલમાં 21 ટનની ટેન્ક છે, જે ફૂલ કરી દેવામાં આવી છે. અહીં લિક્વિડ ઓક્સિજન માટેની રિફલિંગ અને પાઈપલાઈન ચેકિંગ પણ ચાલુ છે. જ્યાં જરૂરત છે ત્યાં ઓક્સિજનના સિલેન્ડર મૂકી શકાશે. તમામ સિલેન્ડરો રીફલિંગ કરીને સ્ટેન્ડ બાય મૂકી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details