દારૂડિયા ડ્રાઇવરે જલદ પ્રવાહી નાંખી બે ટેમ્પો સળગાવી નાખ્યાં સુરત: શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એમેજોનના ગોડાઉનમાં ગઈકાલે રાતે અચાનક એક બાદ એક ટેમ્પોને આગ લાગી ગઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ પ્રકારની જાણ હાની થઈ ન હતી પરંતુ આ આગ ટેમ્પો ચાલક દ્વારા જ લગાવવામાં આવી હતી. કારણકે તેને નશાની આદત હોવાને કારણે તેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ નોકરીમાંથી છુટા કરાયેલા ડ્રાઈવરે લગાડી આગ:સુરત શહેરનાં જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એમેજોનના ગોડાઉનમાં ગઈકાલે રાતે અચાનક એક બાદ એક ટેમ્પોને આગ લાગી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતા જ મોરાભાગળ ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે રાતનો સમય હોવાને કારણે કોઈ હતું નહીં જે કારણે કોઈ પ્રકારની જાનહાની પણ થઈ ન હતી. પરંતુ આ કયા કારણસર લાગી છે તે બાબતે તપાસ કરતા ટેમ્પોનાં ભૂતપૂર્વ ડ્રાઇવર દ્વારા જ આગ લગાવવામાં આવી હતી. જે સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.
સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ:સુરત શહેરનાં ઉન વિસ્તારમાં આવેલ એમેજોનના ગોડાઉનમાં ગઈકાલે રાતે અચાનક એક બાદ એક ટેમ્પોને આગ લાગી ગઈ હતી. જોકે આ આગ ટેમ્પોનાં ભૂતપૂર્વ ડ્રાઇવર દ્વારા જ લગાવામાં આવી હતી. જે સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ટેમ્પોનાં ડ્રાઇવર જેઓ ટેમ્પો નો દરવાજો ખોલી તેમાં કોઈક જ્વેલન્સીલ પદાર્થ વડે ટેમ્પો માં આગ લગાવી રહ્યો છે અને ત્યારબાદ ડ્રાઇવર સાઇડનું દરવાજો બંધ કરી ત્યાંથી ફરાર થઈ જાય છે. હાલ તો આ મામલે ટેમ્પો માલિક દ્વારા ડ્રાઇવર વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
'ગઈકાલે રાત્રે હું મારા કામને લઈને એમેઝોનના ગોડાઉન ઉપર આવ્યો હતો. હું અહીં માલ સામાન લઈ જવા માટે મારો પોતાનો ટેમ્પો લઈને આવું છું.જેને છોટા હાથી પણ કહી શકાય છે. અને મારી પાસે બે છોટા હાથી જેવો ટેમ્પો છે. જેમાંથી એક ટેમ્પો ગોડાઉન ઉપર જ રહે છે અને બીજો ટેમ્પો હું લઈને જાઉં છું. ગઈકાલે રાતે હું અંદર બેઠો હતો ત્યારે જ અચાનક એક બાદ એક બંને ટેમ્પોમાં આગ લાગતા મેં ફાયર વિભાગને જાણ કરી હતી. વિભાગની ટીમ અહીં આવીને આગ ઉપર પાણીનો મારો ચલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.'-ખલીલ હેમંત ખાન, ટેમ્પો માલિક
દારૂ પીવાની ટેવ હોવાને કારણે પગાર આપી તેને કાઢી મૂક્યો:ઉલ્લેખનીય છે કે, અગિયાર મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો સુખેન્દ્રસીંગને દારૂ અને ગાંજાના નશાની લત હતી. જેથી ગત 14 જુલાઇના રોજ પગાર ચુકવ્યા બાદ ખલીલે નોકરીમાંથી કાઢી મુકયો હતો. જેની અદાવતમાં બે ટેમ્પોને સળગાવી અંદાજે 1 લાખથી વધુનું નુકશાન કર્યુ હતું.
- Ahmedabad News: અમદાવાદના સરખેજમાં મકાનમાં ગેસ ગીઝરમાં આગ લાગતાં સાત લોકો દાઝ્યા
- Fire In Delhi AIIMS: AIIMSના ઈમરજન્સી વિભાગમાં ભીષણ આગ લાગી, 6 ફાયર એન્જિન હાજર