ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓડી કાર લઈને નીકળેલા ખેડૂતે રસ્તામાં કર્યો તમાશો, પોલીસે આ રીતે પાઠ ભણાવ્યો - Drunk car driver

સુરતના પીપલોદમાં ટ્રાફિક સર્કલ પાસે નશામાં ધૂત થઈ ગયેલા કાર ચાલકે તમાશો (Drunk car driver)કર્યો હતો. નશામાં ધૂત ઓડી કાર ચાલક અંગે પોલીસને જાણ કરી દેતા પોલીસ(Piplod SVNIT Circle ) ઘટના સ્થળે દોડી આવી હતી. તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડ્રામા કરતા કાર ચાલક પાસે કાન પકડાવીને માફી પણ મંગાવી હતી.

નશામાં ધૂત ઓડી કાર લઈને નીકળેલા ખેડૂતે રસ્તામાં તમાશો કર્યો, પોલીસે કાન પકડાવીને માફી મંગાવી
નશામાં ધૂત ઓડી કાર લઈને નીકળેલા ખેડૂતે રસ્તામાં તમાશો કર્યો, પોલીસે કાન પકડાવીને માફી મંગાવી

By

Published : Jul 29, 2022, 1:46 PM IST

સુરત:શહેરના પોશ વિસ્તાર ગણાતા પીપલોદમાં ટ્રાફિક સર્કલ પાસે નશામાં ધૂત થઈ ગયેલા અને ઓડી કાર લઈ( Drunk car driver in Surat )નીકળેલા ખેડૂત કાર ચાલકે તમાશો કર્યો હતો. ટ્રાફિક બ્રિગેડ એક વાર કાર ચાલકને (Surat Piplod Traffic Circle )જવા દીધો છતાં ફરી ડ્રામા કરતા પોલીસે કાન પકડાવીને તેની પાસે માફી મંગાવી હતી.

કાર ચાલકે તમાશો કર્યો

આ પણ વાંચોઃDrunk Policeman: રાજકોટમાં નશામાં ધૂત પોલીસ કર્મીએ ઈંડાની લારીમાં કરી તોડફોડ

વાહન ચાલકો કારની અટફેટમાં આવતા માંડ બચ્યા -સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા કિરીટ પ્રભુ પટેલ નશામાં ધૂત થઈ પોતાની લાલ કલરની ઓડી કાર લઈને એસવીએનઆઇટી સર્કલ પાસે ચાલુ ટ્રાફિકમાં (Drunk car drive)ઉભો રહી ગયો હતો. જેથી પોઇન્ટ પર હાજર ટ્રાફિક બ્રિગેડે તેને માંડ માંડ આગળ રવાના કર્યો હતો. ત્યાંથી તે પાછો એસવીએનઆઇટી સર્કલ આવ્યો હતો અને ટ્રાફિક વચ્ચે ઘસી જતા ચારથી પાંચ વાહન ચાલકો કારની અટફેટમાં આવતા માંડ બચ્યા હતા.

આ પણ વાંચોઃનશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ગુનો નોધી કાર્યવાહી -નશામાં ધૂત ઓડી કાર ચાલક અંગે પોલીસને જાણ કરી દેતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કાર ચાલકને અટકાવીને સાઈડમાં લઈ લીધો હતો પોલીસે અટકાવ્યા બાદ પણ તેને જાહેરમાં તમાચો કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી. તેની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી. એટલું જ નહીં પોલીસે ડ્રામા કરતા કિરીટ પ્રભુ પટેલ પાસે કાન પકડાવીને માફી પણ મંગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details