ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળામાં હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતા ડૉ. સુજાલ ગાંધીએ સુરતની સ્મિમેરમાં કોરોનાને હરાવ્યો - corona news

ડૉ. સુજાલ ગાંધી રાજપીપળામાં હોમિયોપેથીની પ્રેક્ટિસ કરે છે. તેઓ કોરોના પોઝિટિવ આવતા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યાંથી તેઓ તબીબો અને આરોગ્ય કર્મીઓની કાળજી અને ઉષ્માભરી સારવારથી સ્વસ્થ થયા છે.

ડૉ. સુજાલ ગાંધીએ સુરતની સ્મિમેરમાં કોરોનાને હરાવ્યો
ડૉ. સુજાલ ગાંધીએ સુરતની સ્મિમેરમાં કોરોનાને હરાવ્યો

By

Published : May 25, 2021, 11:44 AM IST

  • ડૉ. સુજાલ ગાંધી રાજપીપળાના હોમિયોપેથીની પ્રેક્ટિસ કરે
  • સુજાલ ગાંધી કોરોનામાં કાળજી રાખવા છતાં કોરોના પોઝિટિવ આવ્યા
  • સ્મિમેર હોસ્પિટલમાં સારવાર લીધા પછી તેઓ સ્વસ્થ થયા

સુરત :કોરોનાના દર્દીઓથી ઉભરાતા સુરત શહેરની કોઈ પણ કામ ધંધા અર્થે મુલાકાત લેવાનું બહારના લોકો ટાળતા હતા. સુરત આવાવનો લોકોમાં એક પ્રકારનો ભય હતો. પરંતુ આજે એ જ સુરતની સરકારી સિવિલ હોસ્પિટલ હોય કે મહાનગરપાલિકાની સ્મિમેર હોસ્પિટલ તેના તબીબો અને આરોગ્ય કર્મીઓની કાળજી અને ઉષ્માભરી સારવારથી ફકત શહેર કે જિલ્લાના જ નહિ અન્ય રાજયો અને પ્રદેશોના કોરોના પેશન્ટ કોરોનાની મહામારીથી મુકત થતા આજે દર્દી હોય કે તેના સગાવહાલા સૌ માટે વિશ્વસનીય બન્યા છે.

ડૉ. સુજાલ ગાંધી રાજપીપળાના હોમિયોપેથીની પ્રેક્ટિસ કરે છે

સુરત બહારના ડૉ. સુજાલ ગાંધી છે. જેઓ રાજપીપળાના હોમિયોપેથીની પ્રેક્ટિસ કરે છે. તેઓ જણાવે છે કે, કોરોનાના સંક્રમણકાળમાં બધી જ કાળજી રાખી હતી. તેમને ઘર બહાર જવાનુ પણ ટાળ્યું હતું છતાં એક દિવસ તાવ આવ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તેથી RTPCR ટેસ્ટ કરાવ્યો હતો.

આ પણ વાંચો : સુરત મનપા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ડ્રાય રનનું આયોજન

ફેફસામાં કોરોનાનું 25 ટકા ઈન્ફેકશન થયું

તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ફેફસામાં કોરોનાનું 25 ટકા ઈન્ફેકશન થયું હતું. રાજપીપળાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી. પરંતુ એક પણ બેડ ખાલી હતો નહિ તેમજ વેન્ટિલેટર પણ ઉપલબ્ધ ન હતું. આથી સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા મિત્રનો સંપર્ક કર્યો હતો. તેઓએ તેમને સુરત આવી જવા જણાવ્યું હતું અને તે સ્મીમેરમાં દાખલ થયા હતા.
ઑક્સિજન લેવલ જે 65 હતું તે વધીને નોર્મલ 98 થયું
સ્મીમેરમાં તારીખ 6થી 11 મે વચ્ચે બાપપેપ પર રહ્યા હતા. જેથી શ્વાસોશ્વાસમાં રાહત થઈ હતી તેમ જણાવતા બે વર્ષથી બ્લડપ્રેશર ધરાવતા ડૉ. ગાંધી જણાવે છે કે, ત્યારબાદ ડૉક્ટરો અને સ્ટાફનો સ્નેહભર્યો પરિશ્રમ મને કોરોના હરાવવામાં ખૂબ મદદગાર રહ્યો હતો. ઑક્સિજન લેવલ જે 65 હતું તે વધીને નોર્મલ 98 થયું હતું અને મને હોસ્પિટલમાંથી રજા મળી હતી.

આ પણ વાંચો : સુરતઃ સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હવે રોબોર્ટ દવા આપશે
સ્મીમેર હોસ્પિટલના તબીબોની મહેનતથી જીવનદાન મળ્યું

ડૉ. સુજાલ જણાવે છે કે, રાજપીપળાથી સુરત આવતા સમયે સતત મનમાં અનેક નકારાત્મક વિચારો આવતા હતા. પરંતુ અહીં આવીને સારવાર લીધા પછી સ્મીમેર હોસ્પિટલના તબીબોની મહેનતથી મને નવું જીવનદાન મળ્યું છે. મારા વહેલા સ્વસ્થ થવા પાછળ સ્મીમેરના તબીબો અને અન્ય સ્ટાફની મહેનત આભારી છે. તેમની સતત દેખરેખ, નિયમિત તપાસ અને સમયસરની સારવાર યોગ્ય સંભાળથી હું કોરોના સામેનું યુદ્ધ જીતી છું.

ABOUT THE AUTHOR

...view details