- ડોસવાડા ઝીંક કંપનીની લોક સુનાવણી મોકૂફ
- ટોળાએ હાઇવે પર ચક્કાજામ કર્યો
- કલેક્ટર પાસેથી લેખિત બાંહેધરીની કરાઇ માગ
સુરતઃ 5 મી જુલાઈએ ડોસવાડા ઝીંક કંપની(Hindustan Zinc Limited) ની લોક સુનાવણી મોકૂફ રખાયા બાદ ટોળાએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ટોળા દ્વારા કલેક્ટર પાસેથી લેખિત બાંહેધરીની માગ કરાઇ હતી, તે દરમિયાન અજાણ્યા લોકો દ્વારા પથ્થર મારો કરતા મામલો ભયંકર બન્યો હતો. પથ્થર મારામાં ટોળાને વિખેરવા પોલીસે 118 ટિયરગેસના સેલ અને 2 હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. પથ્થરમારામાં DySp, PSI સહિત 14 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. હાલ ડોસવાડાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે.
સ્થાનિક લોકોનો વિરોધ
ઝીંક કંપનીનો પ્લાન્ટ સ્થાપિત કરવા અનુસંધાને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Gujarat Pollution Control Board) દ્વારા જાહેર લોક સુનાવણીનું ગતરોજ સવારે 11 કલાકે આયોજન કરવામાં આવ્યુ હતું. આ સુનાવણી દરમિયાન હાજર રહેલા આગેવાનો અને લોકો સુનાવણીની સમગ્ર પ્રક્રિયાને મોકૂફ રાખવા આગ્રહપૂર્વક રજૂઆત કરી રહ્યા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જેથી સ્થાનિક લોકોના વિરોધને ધ્યાને લઇ તાપી જિલ્લા કલેક્ટરે આ સુનાવણી મોકૂફ રાખેલી હોવા જાહેરાત કર્યું હતું.
આ પણ વાંચોઃતાપીના ડોસવાડા ગામે ઝિંક પ્લાન્ટના વિરોધમાં ગ્રામજનો દ્વારા હોબાળો, પોલીસ પર કર્યો પથ્થરમારો
પોલીસ પર પથ્થર મારો
આ સુનાવણીમાં (Public Hearing )આવેલા આગેવાનો તથા લોકો GIDC ના કંપાઉન્ડમાંથી બહાર નીકળવા લાગ્યા હતા. આ લોકો બહાર નીકળ્યા બાદ કલેક્ટર પાસેથી લેખિત બાંહેધરીનો આગ્રહ રાખી GIDC ના ગેટ સામેથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ના બંને રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો. આશરે એક કિલોમીટરથી પણ વધુ વાહનોની લાઈન લાગી ગઈ હતી. જેથી તે વખતે પોલીસ બંદોબસ્તમાં આવેલા અધિકારી/કર્મચારીઓ લોકોને રોડ ખૂલ્લો કરવા સમજાવવા પ્રયત્ન કરતા હતા. તે સમય દરમિયાન રોડની સામેની બાજુથી અચાનક અજાણ્યા લોકો દ્વારા પોલીસ પર પથ્થર મારો થવા લાગ્યો હતો. તે સમયે આશરે 200 થી 250 જેટલા લોકોના ટોળામાંથી સ્ત્રીઓ તથા ઉંમરલાયક માણસોને પોલીસે સુરક્ષિત રીતે ખસેડી લીધેલા તથા પથ્થમારા દરમિયાન અન્ય લોકો પણ ઉશ્કેરાઇ જઇ, પોલીસ પર પથ્થમારો કરવા જોવા મળ્યા હતા. તથા જે ચક્કા જામ કરેલા હોવાથી ઘણી બધી ગાડીઓ અને ટ્રકોના કાચ તોડી નાખ્યાં હતાં. પોલીસ બંદોબસ્તમાં હાજર પોલીસ લોકોને સંયમપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ લોકોનું ટોળું ભયંકર સ્વરૂપ લઇ પોલીસ તથા પોલીસના સરકારી વાહનોને નુકસાન પહોચાડયું હતું.
આ પણ વાંચોઃમહુવામાં માઈનિંગના કારણે ફરી એકવાર કંપની અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
- જેમાં બંદોબસ્તમાં આવેલા અધિકારી કર્મચારીઓ પૈકી
(1) નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.મોરીને ઘુંટણના ભાગે ઇજા હતી.
(2) પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી.ચૌધરી,નવસારી રૂરલ જેમના આંખ તથા છાતીના ભાગે ઇજા થઇ હતી
(૩) આઇ.જી.વસાવા,ઉકાઇ પગમાં ઇજા થયેલ હતી.
(4) જમણી આંખની નીચેના ભાગે ઇજા થયેલ હતી.