દહન અને દફનની પરંપરા ઉપર જઈ અંગદાન કરો સુરત : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુપ્રિમો મોહન ભાગવત આજે સુરતની મુલાકાતે હતા. ડોનેટ લાઈટ સંસ્થા દ્વારા આયોજિત અંગદાન કરનાર વ્યક્તિના પરિવારને સન્માનિત કરવાના કાર્યક્રમમાં તેઓએ હાજરી આપી હતી. મોહન ભાગવતે પોતે અંગદાન કરવા માટે સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં તેઓએ લોકોને અપીલ કરી હતી કે, લોકો દહન અને દફનની પરંપરા ઉપર અંગદાન કરે. તેઓએ જણાવ્યું હતું કે, માન્યતા છે કે મૃત્યુ બાદ દફન કે દહન વિધિથી મુક્તિ મળે છે. પરંતુ આ એક મોહ ન થાય આ માટેની પરંપરા છે. લોકોને આગળ આવીને અંગદાન કરવું જોઈએ, અંગદાન દેશભક્તિ છે.
અંગદાન એ મહાદાન : સુરતના ઈન્ડોર સ્ટેડીયમ ખાતે અંગદાન માટે કાર્યરત સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા અંગદાન કરનાર વ્યક્તિના પરિવારને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ચીફ મોહન ભાગવતે હાજરી આપી હતી. તેઓએ અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનોનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગ દ્વારા અંગદાનની થીમ પર એક ખાસ કવર બહાર પાડવામાં આવી રહ્યું છે.
મૃત્યુ પછી પણ જો શરીર કોઈના ઉપયોગમાં આવે તો અંગદાન કરવું જોઈએ. બધા માટે જીવવું અને બધા માટે મરવું એ જ જીવન છે. લોકો વિચારે છે દહન કાર્ય પછી જ મુક્તિ મળતી હોય છે. દહન કરવું કે દફન કરવાનો અર્થ છે કે શરીર માટે મોહ ન રહે. આ પરંપરા ઉપર જઈ લોકોને અંગદાન કરવું જોઈએ. --મોહન ભાગવત (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ)
મોહન ભાગવતની જનતાને અપીલ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચીફ મોહન ભાગવતે જણાવ્યું હતું કે, અંગદાન કરનાર લોકોના પરિવાર દેવતા સ્વરૂપ છે. પરિવારે અન્ય વ્યક્તિના વિઘ્ન હરવા માટે પોતાના સ્વજનનો અંગદાન કરવા માટે નિર્ણય લીધો છે. આઝાદી પહેલા અંગ્રેજો સામે લડવાનું હતું, કોઈ સમાજ સુધાર સાથે લડત આપી, ગાંધીજી ચરખા સાથે લડત આપી તેમની સાથે દેશના લોકો જોડાયા. આઝાદી સમયે વંદે માતરમ્ મંત્ર સ્વરૂપ બની ગયું. જે આજે પણ પ્રેરણા આપે છે. આઝાદી પછી સરકાર ઉપર માત્ર નિર્ભર ન રહેવું જોઈએ, દેશને બનાવવાની જવાબદારી અમારી પણ છે.
અંગદાન પણ દેશભક્તિ છે : તેઓએ જણાવ્યું હતું કે, ભારતના લોકો એકત્ર થઈ જાય એક હૃદયની જેમ ધબકતા રહે. સ્વતંત્ર દેશમાં એકબીજાના દુઃખ અને સુખ અમારું છે, આજ અંગદાનનું ઉદાહરણ છે, જે દેશભક્તિ છે. સ્વતંત્ર દેશમાં કોઈ ઈંગ્લેન્ડ કે અન્ય દેશ અમારી જરૂરિયાત નહિ પણ કરે, હાલ અમે અન્ય દેશોની જરૂરિયાત પૂર્ણ કરીએ છીએ. સમાજમાં જે સંબધ આત્મીયતા અને સદભાવના છે, તે સમાજ ઉત્કૃષ્ટ હોય છે. તેમાંથી એક સુરત છે. પહેલા અમે સાંભળતા હતા સુરતથી સીરત ભલી, પરંતુ સુરત શહેરની સુરત અને સીરત બંને સારી છે.
- Organ Donation: રાજ્યમાં 1 વર્ષની અંદર 670 જેટલા જીવંત લોકોએ અંગદાન કર્યું, 817 જેટલા લોકોને મળ્યું નવજીવન
- Organ Donation in Surat : પોતે મોતને વ્હાલું કર્યું, સાથે અંગદાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી ગયો યુવાન