ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં કુતરાઓનો વધ્યો ત્રાસ, બાળકો સહીત 15 જેટલા લોકોને ભર્યા બચકાં - સુરતમાં કુતરાઓને વધ્યો ત્રાસ

સુરત માનદરવાજા ખ્વાજા નગરમાં શ્વાને બાળકો સહીત 15 જેટલા લોકોને બચકાં?( Dog Bite case)ભર્યા હતા. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ મામલે મનપામાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો આક્ષેપ સ્થાનીકો દ્વારા કરવામાં આવ્યો હતો.

સુરતમાં કુતરાઓને વધ્યો ત્રાસ, બાળકો સહીત 15 જેટલા લોકોને બચકાં ભર્યા
સુરતમાં કુતરાઓને વધ્યો ત્રાસ, બાળકો સહીત 15 જેટલા લોકોને બચકાં ભર્યા

By

Published : Jul 4, 2022, 4:54 PM IST

Updated : Jul 4, 2022, 7:16 PM IST

સુરત:શહેરના માનદરવાજા વિસ્તારમાં ખ્વાજા નગર આવેલું છે. અહી શ્વાને 15 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે( Torture of dogs in Surat )આવી છે. આ લોકોમાં 8 થી 10 જેટલા બાળકોનો (Dog Bite case)પણ સમાવેશ થાય છે. સ્કૂલેથી આવતા તેમજ ઘર પાસે રમી રહેલા બાળકોને શ્વાને બચકાં ભર્યા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત થયેલા બાળકોને તેઓના વાલીઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જ્યાં બાળકોની સારવાર કરાઈ હતી.

કુતરાઓનો વધ્યો ત્રાસ

આ પણ વાંચોઃરખડતાં શ્વાનથી સાવધાન! જૂઓ 4 માસની બાળકીની શું કરી હાલત...

ભારે જહેમતે દીકરીને બચાવી -સુરત અને વડોદરામાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સુરતમાં ત્રણ દિવસમાં બીજી ઘટના સામે આવી છે. જ્યારે વડોદરામાં પણ ઘોડીયામાં સૂતેલી બાળકીને બચકાં ભરતા લોહીલુહાણ કરી નાખી હતી. શ્વાનોના આતંકના પગલે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના સમતા વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળકી પર એવો હુમલો કર્યો કે કંપારી છૂટી જાય. બાળકીનું માથું ફાડી નાખ્યા બાદ શ્વાન લાહી ચાટવા લાગ્યું અને માતા ભારે જહેમતે દીકરીને બચાવી હતી.

આ પણ વાંચોઃસાવધાન ! ઘોડિયામાં સુતેલા માસુમ બાળકને શ્વાને ફેંદી નાખ્યું

શ્વાને બચકાં ભર્યા હોવાની ઘટના -મંજુરભાઈએ જણાવ્યું હતું કે ખ્વાજા નગરમાં લોકોને શ્વાને બચકાં (Dog Bite case)ભર્યા છે. જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ મામલે મનપામાં ફરિયાદ કરી છે પરંતુ કોઈ કામગીરી કરવામાં નથી. ઈજાગ્રસ્ત બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ (Surat Civil Hospital)આવ્યા છીએ. ઉલ્લેખનીય છે કે સુરતના ભટાર વિસ્તારમાં પણ બે દીવસ પહેલા 15 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યાં ત્રણ દિવસમાં શ્વાનના બચકાં ભરવાની આ બીજી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ લોકોએ કરી હતી.

Last Updated : Jul 4, 2022, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details