સુરતમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન શ્વાનનો મોટો આતંક જોવા મળ્યો છે. જેમાં બે બાળકીઓ શ્વાનના આતંકનો શિકાર બની છે. છતાં સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાથ પર હાથ દઈ તમાશો જોઈ રહ્યું છે. આ પાલિકા તંત્રની રસીકરણ અને ખસિકરણની કામગીરી જે હમણાં સુધી કાગળ સીમિત હતી. તે આ ઘટના બાદ ફરી સક્રિય બની હોવાનું સપાટી પર આવ્યું છે.
સુરતમાં શ્વાનનો આતંક, મહાનગરપાલિકાએ શરૂ કર્યો રસીકરણ અને ખસિકરણ કાર્યક્રમ - Dog Terror
સુરત: જિલ્લામાં શ્વાનના વધતા આતંકને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે સુરતમાં છેલ્લા પંદર દિવસમાં શ્વાનના આતંકની બે જેટલી ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે. જેમાં 2 માસૂમ બાળકીઓ પર શ્વાનના હુમલાને લઈ પૈકીની એક બાળકી હાલ સુરતની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. આ શ્વાનના વધતા આતંક સામે સુરત મહાનગરપાલિકાની રસીકરણ અને ખસિકરણની કામગીરી પણ ફક્ત કાગળ પર સીમિત જોવા મળી રહી છે. જો કે, શહેરમાં ઉપરાછાપરી શ્વાનના આતંકની ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને શ્વાનને પકડવાની ગતિવિધિઓ પણ તેજ બનાવી છે.
શ્વાનનો આતંક, મહાનગરપાલિકા દ્રારા રસીકરણ અને ખસિકરણ કાર્યક્રમ
આજ રોજ સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા રસીકરણ અને ખસિકરણ અંતર્ગત શ્વાન પકડવાની કામગીરી જોરશોરમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે સેન્ટ્રલ ઝોનમાંથી જ ફક્ત 20 જેટલા શ્વાનને પકડી ભેસ્તાન ખાતેના એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે તમામ શ્વાનને રસીકરણ હેઠળ સારવાર આપી ચાર દિવસ બાદ ફરી જે તે સ્થળે છોડી મુકવામાં આવશે.