- હોસ્પિટલને પ્રોટેકટ ઝોન જાહેર કરવાની માગ
- હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોટેક્શન એકટ બનાવવા પણ કરી માગ
- ડોક્ટરોએ લગાવ્યા હતા "સેવ ધી સેવીયર"ના નારાઓ
સુરત: તબીબો ઉપર થતા હુમલાને લઈ નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ વિરોધ નોંધાવ્યો છે. કાળા કપડાં પહેરી તબીબોએ આ માંગણીઓ કરી છે, જેમાં હોસ્પિટલને પ્રોટેકટ ઝોન જાહેર કરાય, હુમલો કરનારને 10 વર્ષની સજા થાય, તેમની સામે બિનજામીન પાત્ર ગુનો નોંધાય, હોસ્પિટલમાં સિક્યુરિટી આપવામાં આવે, હોસ્પિટલ અને હેલ્થકેર પ્રોટેક્શન એકટ બનાવવામાં આવે તેવી માગનો સમાવેશ થાય છે. તબીબોએ વ્યવસાય અને પ્રોફેશનલ પરના હુમલાને લઈને વડાપ્રધાનને આવેદન પત્ર પાઠવ્યું હતુ.
આ પણ વાંચો: તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં તબીબી વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને વિરોધ નોંધાવ્યો
પાંચ જગ્યાઓ પર શાંતિ વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કર્યા
તબીબી સહિત સમગ્ર આરોગ્ય કર્મચારીઓ પર થતાં હુમલાના વિરોધમાં IMA સુરત દ્વારા આજે શુક્રવારના રોજ "સેવ ધી સેવીયર"ના નારાઓ સાથે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત પાંચ જગ્યાઓ પર શાંતિ વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કર્યા હતાં. ઈન્ડિયન મેડીકલ એસોસિએશના પ્રમુખ ડોકટર હિરેન શાહ અને સેનેટરી ડોકટર રોનક નાગરીયાએ જણાવ્યું હતુ કે, શુક્રવારે શહેરના તમામ આરોગ્ય કર્મીઓ બ્લેક બેજીસ, ફલેગ્સ, માસ્ક, રિબીન, શર્ટ વગેરે પહેરી કામ કરશે તેવો નિર્ણય લેવાયો હતો. જેના ભાગે રૂપે સિવિલ, નવી સિવિલ અને સ્મીમેર સહિત પાંચ અલગ અલગ સ્થળો પર તબીબો દ્વારા શાંતિ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:Indian Medical Association ડૉક્ટર્સ દ્વારા જામનગરમાં શાંતિપૂર્ણ વિરોધ
તબીબોએ કામ યથાવત રાખીને શાંતિ વિરોધ પ્રદર્શન કર્યું
તબીબ વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાને લઈને વડાપ્રધાનને પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જયારે વહીવટી, રાજકીય નેતાઓ, SSP DM, ધારાસભ્યો અને વિસ્તારના સાંસદોને પણ રજૂઆત કરાઈ છે. વિરોધકર્તા સ્મીમેરના ડો. વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, તબીબોને સોફટ ટાર્ગેટ બનાવી જુદા જુદા કારણોસર તબીબો પર ઘાતક હુમલા તેમજ પ્રોપર્ટીને પણ નુકસાન કરવામાં આવે છે તેના વિરોધમાં અમે આ પ્રદર્શન કરી રહ્યા છે. આવા હુમલાઓ વઘતા જશે તો લોકો નીડર બની જશે અને અનૈતિક તત્વો બેફામ બની જશે. જેથી સેન્ટ્રલ લેવલ પર ખુબ જ કડક કાયદા બનાવી તેનો સખ્ત અમલ કરવામાં આવે તો જ આ પ્રકારની ઘટનાઓ અટકી શકશે. ઉલ્લેખનીય છે કે, તબીબોએ કામ યથાવત રાખીને શાંતિ વિરોધ પ્રદર્શન કર્યું છે.