ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના ડૉ. બ્રિજ મોહન અને ડૉ.માધુરી અસ્થિર મગજના લોકો માટે ચલાવે છે "અપના ઘર" સંસ્થા - અસ્થિર મગજ

સુરત: સમગ્ર ભારતના જાણીતા રીયાલીટી શોના એપિસોડમાં આવનાર રાજસ્થાનના ડૉકટર દંપતી ડૉ. બ્રિજ મોહન અને ડૉ.માધુરીની સંસ્થા 'અપના ઘર'માં સુરતના કામરેજ સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશરે 950 જેટલા પ્રભુજીઓને(આશ્રમમાં આવનાર દરેક મંદબુદ્ધિ માનવ) મોકલવામાં આવ્યા છે. આ બન્ને સંસ્થાઓ અસ્થિર મગજના બિનવારસી લોકોની સેવા કરવાનું કાર્ય કરી રહી છે.

apna ghar surat

By

Published : Oct 30, 2019, 3:13 AM IST

રસ્તે રઝળતા લોકોને જોઈ આપણા મનમાં દયા-ભાવના તો જાગે છે, પરંતુ તેમની સેવા કરવા માટેના જીગર દરેક વ્યક્તિ ધરાવતા નથી. ત્યારે સુરતના કામરેજ સ્થિત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષમાં લગભગ 1300 જેટલા અસ્થિર મગજના લોકોનો પરિવાર સાથે ભેટો કરવામાં સફળ રહ્યું છે. એટલે કે આ ટ્રસ્ટ માત્ર અસ્થિર મગજના લોકોની માત્ર સરવાર કરવાનું જ નહીં પરંતુ એનાથી એક પગલું આગળ વધીને તેમનું પરિવાર સાથે મિલન કરવાનું ભગીરથ કાર્ય પણ કરી રહી છે. આ માનવ સેવા આશ્રમ તેમજ રાજસ્થાનની 'અપના ઘર સંસ્થા' અસહાય, લાવારીશ, બીમાર, બિનવારસી, રોગીસ્ટ, ગર્ભવતી સ્ત્રી અને જે લોકો મદદ માટે તડપી રહ્યા હોય એવા લોકોનું ઘર છે. માનવ સેવા આશ્રમ દ્વારા જેમની મદદ અહીં શક્ય ન હોય એવા આશરે 950 જેટલા લોકોને રાજસ્થનના ભરતપુર સ્થિત 'અપના ઘર'માં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે , માનવતાનું આ કાર્ય કરનારા રાજસ્થાનના ડૉકટર દંપતી ડૉ. બ્રિજ મોહન ભારદ્વાજ અને ડૉ. માધુરી ભારદ્વાજને જાણીતા રિયાલિટી શોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

રિયાલિટી શોમાં આવનાર દંપતિ અસ્થિર મગજના બિનવારસી લોકોની સેવા કરવાનું કાર્ય કરે છે

હાલમાં માનવ સેવા આશ્રમમાં અસ્થિર મગજના પ્રભુજીઓ છે, જેમાંથી કેટલાય કેન્સર, HIV, કિડની, ડાયાબિટીસ, ફેફસા અને હૃદય સહિતની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં માનવ સેવા ટ્રસ્ટના માનવ મંદિરમાં 3186 જેટલા અસ્થિર મગજના પ્રભુજીઓ આવી ચુક્યા છે, જેમાંથી 1300 જેટલા પ્રભુજીઓનો પરિવાર સાથે મિલન કરાવી ચુક્યું છે. સાથે જ 950 જેટલા પ્રભુજીઓને રાજસ્થાનના ભરતપુર અપના ઘરમાં મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details