શું તમે જાણો છો? વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા ક્યાં છે એ, નહીં તો અહીં ક્લીક કરો
વિશ્વભરમાં લોકો જાણે છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં છે, પરંતુ લોકો એ નથી જાણતા કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા પણ ગુજરાતમાં છે અને આ પ્રતિમા એક ગ્રામ વજન પણ ધરાવતી નથી આજ કારણ છે કે આ પ્રતિમાને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયાથી નવાજવામાં આવ્યું છે. સૌથી અગત્યની વાત તો એ છે કે આ પ્રતિમા 3D ટેકનિકથી બનાવવામાં આવી છે.
સુરત : ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગુજરાતમાં છે અને સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા પણ ગુજરાતમાં છે અને આ બંને રેકોર્ડ સર્જ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુરતની એક થ્રીડી એનિમેશન બનાવતી કંપનીએ આ કરામત કરી બતાવી છે. રેસિન મટીરીયલથી 13mmની વિશ્વની સૌથી નાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી. આ નાની રિપલિકા માત્ર 30 મિનિટમાં બનાવવામાં આવી છે, પરંતુ વિચાર ત્યારે શરૂ થઈ ગયો જ્યારે વિશ્વની સૌથી ઊંચી અને વિશાળ પ્રતિમા ગુજરાતમાં સ્થાપિત કરવામાં આવી હતી.