ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV BHARATના અહેવાલની અસરઃ મજૂરોને વતન જવા માટે ઓનલાઇન એપ્લિકેશનની જરૂર નથી - મજૂરો માટે ઓનલાઇન એપ્લિકેશનની જરૂર નથી

સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં શ્રમિકો લોકડાઉનના સમય દરમિયાન પોતાના વતન જવા ઈચ્છે છે. આ કારણે સુરતમાં ઓડિસા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યના શ્રમિકોને તેમના વતન મોકલવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધી સુરતથી 60થી વધુ બસો ઓડીશા અને મધ્યપ્રદેશ તેમના વતન મોકલવા માટે રવાના કરી દેવામાં આવી છે. આ વચ્ચે સૌથી મોટી રાહતની વાત આ જ છે કે જે લોકો અશિક્ષિત હતા અને ઓનલાઇન કે ઇ-મેઈલ અરજી કરી શકતા નહોતા.

ETV BHARATના અહેવાલની અસર હવે મજૂરોને વતન જવા માટે ઓનલાઇન એપ્લિકેશનની જરૂર નથી
ETV BHARATના અહેવાલની અસર હવે મજૂરોને વતન જવા માટે ઓનલાઇન એપ્લિકેશનની જરૂર નથી

By

Published : May 1, 2020, 4:33 PM IST

સુરતઃ શહેરમાં મજૂરો હવે ઓનલાઇન એપ્લીકેશન કરવાની જરૂર રહેશે નહીં. ચેકપોસ્ટ પર જઈને તેઓ પોતાના વાહન અને તમામ જાણકારી આપવાની રહેશે. ત્યારબાદ તેઓ પોતાના વતન જઈ શકશે. હાલ ETV Bharat દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા કે જેમાં અશિક્ષિત મજૂરો ઓનલાઈન એપ્લીકેશન કરવા માટે સક્ષમ નહોતા. જ્યારે હવે ઓનલાઇન એપ્લીકેશન કરવાની જરૂર રહેશે નહીં.

ETV BHARATના અહેવાલની અસર હવે મજૂરોને વતન જવા માટે ઓનલાઇન એપ્લિકેશનની જરૂર નથી

જોકે અત્યાર સુધી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકને પરવાનગી આપવામાં આવી છે. ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશ અને બિહારના શ્રમિકોને પણ સુરતથી વતન જવા માટેની પરવાનગી અપાશે. જે માટે તેઓએ થોડી ધીરજ રાખવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details