સુરતઃ જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકીયા પોતાના 1000 કર્મચારીઓને (Diwali Bonus in Surat) દિવાળી બોનસ ગિફ્ટ સોલાર રુફટોપ આપી પર્યાવરણની જાળવણી કરવા માટે એક સંદેશ આપ્યો છે. સુરતમાં અગાઉ દિવાળી બોનસમાં કાર, ફ્લેટ અને દાગીના આપવાની વાત તો સાંભળી હશે, પરંતુ આ વખતે એક હીરા ઉદ્યોગપતિ દ્વારા પોતાના કર્મચારીઓને સોલાર પેનલ ગિફ્ટ આપીને તેમને 25 વર્ષ સુધી વીજળીના બિલથી રાહત આપી છે. (Diamond Industry Diwali Bonus in Surat)
સુરતની ડાયમંડ કંપનીના માલિકે તેમના 1000થી વધુ કર્મચારીઓને રૂફટોપ સોલાર એનર્જીની ભેટ આપી કાર્યની કદરના ભાગરૂપે ભેટ ડાયમંડ ગ્રાફ્ટિંગ અને એક્સપોર્ટ્સના ક્ષેત્રે જાણીતી વિશ્વની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. (SRK) સુરત દ્વારા ‘Pure Diwali Get Together’ (દિવાળી સ્નેહમિલન) ની ઉજવણી પ્રસંગે તેના 1,000 કર્મચારીઓને સોલાર રૂફટોપ પેનલ્સ ભેટમાં આપી કર્મચારીઓને પર્યાવરણની જાળવણી કરવા માટે સંદેશ આપ્યો છે. કાર્યની કદરના ભાગ રૂપે તેમનામાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા કેળવવા અને તે માટે SRK Exports તેના કર્મચારીઓને ઘરે રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવા આ પહેલ કરી છે. (Govind Dholakia Bonus Gift Solar Rooftop)
વીજળી બિલ શૂન્ય થઈ જશેકંપનીના કર્મચારી આશિષે જણાવ્યું હતું કે, દર વર્ષે કંપની અમને નવું ઉપહાર આપતી હોય છે. ગયા વર્ષે અમને ગેસ અને સગડી ગીફ્ટમાં આપવામાં આવી હતી. આ વર્ષે તેના કરતાં પણ સારું સોલાર પેનલ આપવામાં આવ્યું છે. જે આવનાર વર્ષો સુધી અમારા ઘરને રોશન કરશે જે અમારા દેશ અને પર્યાવરણ માટે ઉપયોગી છે. સોલાર પેનલના કારણે આવનાર 25 વર્ષ સુધી વીજળીનો બિલ શૂન્ય આવશે. જેના કારણે મારા જેવા તમામ કર્મચારીઓને લાભ થશે. (Solar Rooftop Diwali Bonus in Surat)
પર્યાવરણની જાળવણી થશેઅન્ય કર્મચારી જયેશે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી કંપનીમાં કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. દર વર્ષે દિવાળીના પર્વ પર ભેટ આપવામાં આવતી હોય છે. આ સોલાર પેનલ લાગવાથી વીજળીનો બિલ ઝીરો થઈ જશે અને પર્યાવરણ માટે લાભકારી થશે. કંપનીમાં અમે દરેક પર્વ મળીને ઉજવાતા હોઈએ છીએ. કંપની એક પરિવારની જેમ અમારી કાળજી લેતી હોય છે. (Govind Dholakia Solar Rooftop Diwali Bonus)
શહીદના પરિવારોને પણ આપી ચૂક્યા છે સોલાર પેનલકંપનીના માલિક અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે, કંપનીના 1000થી વધુ કર્મચારીઓને સોલાર પેનલ ભેટ તરીકે આપવામાં આવી છે. કારણ કે વિશ્વમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે. તેના કારણે અમે ચિંતિત છીએ. આ માટે અમે વિચાર્યું કે સોલાર પેનલ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. સૌથી પહેલા પોતાના ગામમાં સોલાર પેનલ લગાવ્યો અને હાલ પોતાના કર્મચારીઓને અમે તેમના ઘરે સોલાર પેનલ લગાવવા માટે ઉપહાર આપી રહ્યા છે. પહેલા 550 સહિત પરિવારને પણ અમે આ સોલાર પેનલ ઉપહાર તરીકે આપી ચૂક્યા છે. કંપનીના 6,000 કર્મચારીઓ પૈકી જે લોકોને દિવાળી બોનસ મળે છે તેવા 1000 કર્મચારીઓને અમે આ ભેટ આપી રહ્યા છીએ. (Surat Diamond Industrialist Govind Dholakia Bonus)