સુરત શહેરમાં દિવાળીના તહેવારને લઈને રંગ જામ્યો છે. લોકો ભારે ઉત્સાહ સાથે ખરીદી કરી રહ્યા છે. ત્યારે આ વર્ષે સુરતી લાલાઓ ઈ બાઈક પર નજર નાખી છે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી (Diwali in Surat) અને સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે આ વખતે દિવાળીના પર્વ પર સુરતના લોકો ઇ બાઇકની લોકો ખરીદી કરી રહ્યા છે. અત્યારે સુરતમાં ઇ બાઇકની ડિમાન્ડ આટલી હદ્દે છે કે ધનતેરસ સુધીનો જ સ્ટોક અત્યારે વેપારીઓ પાસે છે. (E Bike Charging Station in Surat)
ધૂમ ખરીદી : પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે સુરતી લાલાઓની ઈ બાઈક તરફ - Diwali festival in Surat
સુરતમાં દિવાળીના (Diwali in Surat) પર્વ પર ઇ બાઇકની ડિમાન્ડ વધી રહી છે. શહેરના લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવના કારણે ઇ બાઇક (Dhanteras in Surat 2022) તરફ વળ્યા છે. હાલ વેપારીઓનું કહેવું છે કે, ધનતેરસ સુધીનો સ્ટોક છે. (Surat e bike purchase)
માત્ર ધનતેરસ સુધીનો સ્ટોક અત્યારે વેપારીઓ પાસેસુરતના વેપારી વિતરાંગ શાહે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઇ બાઇકની ડિમાન્ડ ખૂબ જ વધારે છે. કારણ કે સરકાર ઇ બાઇકની ખરીદી પર સબસીડી (Demand for e bikes in Surat) આપી રહી છે. બીજી બાજુ સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક સ્થળે ઇ બાઇક ચાર્જિંગ સ્ટેશન મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ વખતે ડિમાન્ડ આટલી છે કે સ્ટોક પણ પૂર્ણ થવાના આરે છે. માત્રધનતેરસ સુધીનો સ્ટોક અત્યારે વેપારીઓ પાસે છે. પર્યાવરણ લક્ષી હોવાના કારણે અત્યારે લોકો આ વહીકલની ડિમાન્ડ કરી રહ્યા છે. (Dhanteras in Surat 2022)
બે બેટરી હોવાથી એક ઘરે પણ ચાર્જ કરી શકાયઇ વ્હીકલ ખરીદનાર ઝીલ શાહે જણાવ્યું હતું કે, અત્યારે જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેના કારણે હું ઇ બાઇક ખરીદવા (Diwali shopping in Surat) આવી છું. આ પર્યાવરણને લક્ષી હોવાની સાથોસાથ મુવેબલ બેટરી ધરાવે છે. બે બેટરી હોવાથી એક ઘરે પણ ચાર્જ કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સુરતી લાલાઓ એ વસ્તુ તરફ વળે તે વસ્તુના ભુક્કા કાઢી નાખે છે, ત્યારે આ વર્ષે ઈ બાઈક તરફ વળ્યા છે. (Diwali Festival 2022 in Surat)