લાભ પાંચમના દિવસે રજા હોવા છતાં પણ સુરતી વેપારીઓ શુભ મુહૂર્તમાં દુકાન ખોલે છે સુરતઃ દિવાળીના વેકેશનમાં સુરત ટેક્સટાઈલ હબ સુમસાન જોવા મળે છે. જો કે લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓ શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના અને મુહૂર્ત સોદા માટે દુકાન બેથી ત્રણ કલાક ખોલતા હોય છે. જેમાં સુરતના ટેક્સટાઈલના વેપારીઓનો પણ સમાવેશ થાય છે. લાભ પાંચમના દિવસે સુરતના કાપડના વેપારીઓ શુભ મુહૂર્તમાં નવા વેપારની નવેસરથી શરુઆત કરતા હોય છે.
આગામી દિવસો ધંધાની સીઝનઃ સુરતના કાપડના વેપારીઓએ પોંગલ તહેવાર અને લગ્નસરાની સીઝન પહેલા ગ્રાહકોની માંગને સુપેરે પહોંચી વળાય અને સમૃદ્ધિ પૂર્વક આખુ વર્ષ વેપાર થાય તે માટે લાભ પાંચમની પૂજાનું વિશેષ મહત્વ છે. પોંગલ 14 જાન્યુઆરીએ આવે છે જે દક્ષિણના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. આ તહેવારમાં વેપારીઓ આંધ્ર પ્રદેશ અને અન્ય દક્ષિણ રાજ્યોની કંપનીઓને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ્સ સપ્લાય કરતા હોય છે. કમૂરતા સિવાય દિવાળી સુધી કાપડના વેપારીઓ માટે સીઝન રહે છે. જો કે આ વખતે દિવાળી અગાઉના દિવસોમાં વેપારમાં ઓટ જોવા મળતા વેપારીઓ ચિંતીત હતા. તેથી લાભ પાંચમે શુભ મુહૂર્તમાં પૂજા અર્ચના કરી મુહૂર્તના સોદા સુરતના ટેક્સટાઈલના વેપારીઓ કરતા જોવા મળ્યા છે.
75,000 ટેક્સટાઈલ ટ્રેડિંગ શોપ્સઃ સમગ્ર સુરતમાં 175 ટેકસટાઈલ ટ્રેડિંગ માર્કેટ છે. જેમાં કુલ 7,00,000 કામદારો કામ કરે છે. ટેક્સટાઈલ ટ્રેડિંગ સાથે સંકળાયેલા કુલ 75,000 ટ્રેડિંગ શોપ્સ ધમધમી રહી છે. સુરતના કાપડ માર્કેટનું દૈનિક ટર્ન ઓવર રુ. 100 કરોડની આસપાસનું અને વાર્ષિક ટર્ન ઓવર રુ.25,000 કરોડનું રહે છે. પોંગલના તહેવારમાં આ વેચાણમાં રુ. 1000 કરોડનો ઉમેરો જોવા મળે છે. સુરતમાંથી ટેક્સટાઈલ પાર્સલ ભરેલી 200 ટ્રક્સ દેશના વિવિધ સ્થળોએ જાય છે.
લાભ પાંચમ પર અમે ભગવાન ગણેશ અને લક્ષ્મીની પૂજા કરવા માટે અને મુહૂર્તના સોદા માટે શુભ મુહૂર્તમાં માત્ર બે કલાક દુકાનો ખોલીએ છે, કારણ કે દિવાળીના તહેવાર દરમિયાન મોટાભાગના કામદારો તેમના વતન હોય છે તેથી આજે મુહૂર્તમાં પૂજા કરી અમે કામના કરીએ છીએ કે આખા વર્ષ દરમિયાન વેપાર સારું રહે...હરેશ લાલવાણી(વેપારી, સુરત)
અમે લાભ પાંચમે સારુ મુહૂર્ત જોઈને દુકાન ખોલીએ છીએ. આ વર્ષે આવનારી સીઝનમાં સારી ઘરાકી રહે તે માટે અમે લાભ પાંચમે પૂજા કરીએ છીએ...રિંકેશ લાલવાણી(વેપારી, સુરત)
- લાભપાંચમના પૂજન સાથે કચ્છમાં માર્કેટયાર્ડ વેપાર-ધંધા ફરી શરૂ
- સુરત: લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ટેક્સટાઇલ્સના વેપારીઓએ દુકાનો ખોલી