- સ્ટેશન રોડ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે વિતરણ
- ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનને આધારે દવા આપવામાં આવે છે
- N95 માસ્કનું પણ થઈ રહ્યું છે વિતરણ
બારડોલી : કોરોના મહામારીના કપરા કાળમાં થિંક ટેન્ક ગૃપ બારડોલી દ્વારા અનેક સેવાભાવી સંસ્થાઓ સહયોગથી સામાન્ય કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે અપાતી પ્રારંભિક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવાના હેતુથી વિનામૂલ્યે સામાન્ય કોરોનાની સારવાર માટે દવા વિતરણ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ કોરોનાના દર્દીઓને ખેડૂતો અને સંઘ પરિવારે 600 કિલો ફ્રુટનું કર્યું વિતરણ
ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન લાવવું જરૂરી
બારડોલીના સ્ટેશન રોડ પર સિટીમોલની સામે આવેલા જગદીશભાઈ હીરાભાઈ પટેલના ઘરની બાજુમાં આ દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં સવારે 8.30 થી 12.30 અને બપોરે 2 થી સાંજે 6 સુધી દવા આપવામાં આવશે. દવા માટે ડોક્ટરનું પ્રિસ્ક્રીપશન લાવવું જરૂરી છે.
બારડોલીમાં થિંક ટેન્ક ગૃપ દ્વારા કોરોના દર્દીઓ માટે વિનામૂલ્યે દવાનું વિતરણ 5 રૂપિયાનું દાન આપવાથી N95 માસ્ક આપવામાં આવે છેઆ ઉપરાંત અહીંથી N95 માસ્કનું પણ વિતરણ કરવામાં આવે છે. બજારમાં 30 થી 50 રૂપિયાની કિંમતમાં મળતા N95 માસ્ક માટે ત્યાં મુકેલી બે દાન પેટીમાં માત્ર 5 રૂપિયા નાખવાના છે. બે દાન પેટી પૈકી એક શહીદ થયેલા સૈનિકોના ફાળા માટે અને એક દાન પેટી સ્મશાનભૂમિ માટે મુકવામાં આવી છે. આમ આ સેવાકીય યજ્ઞમાં આવતી રકમ શહીદ સૈનિકોના પરિવારજનો તેમજ સ્મશાનભૂમિ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
આ સેવાકીય યજ્ઞમાં બારડોલીની વિવિધ સંસ્થાઓ જોડાઈઆ સેવાકીય યજ્ઞમાં બારડોલીની ઓમ સાંઈરામ કાર્ડિયાક તથા સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરત જિલ્લા લેઉઆ પાટીદાર સમાજ, કરુણા ફાઉન્ડેશન, મુકુલ ટ્રસ્ટ, સત્યમ શિવમ સુંદરમ ચેરીટેબલ ટ્રસ્ટ બારડોલી, માનવ સેવા ટ્રસ્ટ, ઓમ આર્યમ ટ્રસ્ટ, ઓમ સુરવયમ ટ્રસ્ટ, બારડોલી વિભાગ ગ્રામ વિકાસ કો.ઓપ. ક્રેડિટ સોસાયટી, બારડોલી જનતા કો.ઓ. ક્રેડિટ સોસાયટી લિ. સુવિધા કો.ઓ. ક્રેડિટ સોસાયટી અને સરદાર કો.ઓ. ક્રેડિટ સોસાયટી જેવી સંસ્થાઓ પોતાનો સહયોગ આપી રહી છે.
આ પણ વાંચોઃ વાપીમાં જમીયતે ઉલેમા-એ-હિન્દ ટ્રસ્ટે 100 જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ આપી
લોકોને કીટ લઈ કોરોના દર્દીઓને આપવા અનુરોધ
થિંક ટેન્ક ગ્રુપ બારડોલીના ડૉ. ખુશાલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ દવાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક જણ અહીંથી દવાની 10 થી 15 કીટ લઈ જઈ આપની આસપાસમાં કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને આપે તો તેમને મોટી રાહત થઈ શકે છે. તેમણે વધુમાં કોરોના સામેની જંગમાં આપણે સૌ એક જવાબદાર નાગરિક તરીકે વર્તીએ અને લોકોને પણ જાગૃત કરીએ તેવી અપીલ કરી હતી.