ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોનાગ્રસ્ત દર્દીઓને પીવાનું ગરમ પાણી નિયમિત રીતે મળી રહે તે માટે 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ કરાયું - Surat New Civil Hospital

સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે અગ્રણી સેવાભાવી સંસ્થાના સહયોગ થકી નવસારી સાંસદ દ્વારા 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ કરવામાં આવ્યું છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ
કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ

By

Published : May 20, 2020, 7:59 PM IST

સુરતઃ શહેર સહિત સમગ્ર દેશમાં કોરોના વાઇરસની મહામારીએ હાહાકાર મચાવ્યો છે. આ વિષમ સ્થિતિમાં શહેરની અગ્રણી સેવાભાવી સંસ્થાના સહયોગ થકી નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે મ કરવામાં આવ્યું છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ
સુરત શહેર જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓને નવી સિવિલ હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ દર્દીઓમાં ઈન્ફેકશનના ભયની સંભાવનાઓને કારણે શહેરની સેવાભાવી સંસ્થા રૂપા ફાઉન્ડેશનના સુરેશભાઈ અગ્રવાલના સહયોગ થકી સાંસદ સી આર પાટીલ દ્વારા 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોનાગ્રસ્ત દર્દીઓને નિયમિત ગરમ પીવાનું પાણી મળી રહે તે માટે 300 ઈલેક્ટ્રીક કેટલનું વિતરણ
જેને કારણે હવે સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ ગરમ પાણી પી શકે અને દરેકને ગરમ પાણીની અલાયદી વ્યવસ્થા મળી રહેશે. જેથી કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે ઇચ્છે ત્યારે ગરમ પાણી પી શકશે અને એમને જર્મ્સ લાગી જવાનો ડર પણ નહીં રહે.

ABOUT THE AUTHOR

...view details