સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો રોડ પર જોવા મળ્યા હતા. ટ્રાફિક મેમો બનાવા બાબતે ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઘર્ષણ થયું હતું.
આર્થિક તંગી વચ્ચે મેમો ફટકારતા ટ્રાફિક પોલીસ પર વાહનચાલક ભડક્યો, વીડિયો થયો વાઈરલ - latest news of Traffic police
સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનચાલક વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા વાહનચાલકે પોતાની ગાડી રોડ પર ફેંકી સળગાવાનો પ્રયાસ પણ કર્યો હતો.
![આર્થિક તંગી વચ્ચે મેમો ફટકારતા ટ્રાફિક પોલીસ પર વાહનચાલક ભડક્યો, વીડિયો થયો વાઈરલ સુરત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7683679-thumbnail-3x2-sur.jpg)
સુરત
મળતી માહિતી પ્રમાણે, વાહનચાલક પાસે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના ટ્રાફિક પોલીસે મેમો ફટકાર્યો હતો. જેને લઈ વાહનચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બાદમાં રોષે ભરાયેલા વાહનચાલકે ગાડી રોડ પર ફેંકી સળગાવાનો પ્રયાસ પણ કર્યો હતો.
આર્થિક તંગી વચ્ચે મેમો ફટકારતા ટ્રાફિક પોલીસ પર વાહનચાલક ભડક્યો
આ ઘટના બાદ વાહનચાલકની કોરોના મહામારીના કારણે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તે ટ્રાફિક પોલીસ પર ભડક્યો હતો. જેનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.