ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય મહિલા આયોગ દ્વારા 'દીકરી મારૂં અભિમાન' વિષય પર ચર્ચા કરાઇ

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકક્ષક, ડીડીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્ય મહિલા આયોગ દ્વારા 'દીકરી મારૂં અભિમાન' વિષય પર ચર્ચા કરાઇ
રાજ્ય મહિલા આયોગ દ્વારા 'દીકરી મારૂં અભિમાન' વિષય પર ચર્ચા કરાઇ

By

Published : Jan 12, 2021, 12:18 PM IST

  • રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
  • રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા ત્રી- દિવસીય કાર્યક્રમનું આયોજન
  • મહિલાઓ લક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર સમીક્ષા કરાઇ

સુરતઃ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના સભાખંડમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકક્ષક, ડીડીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરત વહીવટી તંત્ર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ત્રી- દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજરોજ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડૉ.રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને સુરત વહીવટી તંત્ર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર, જિલ્લા પોલીસ અધિકક્ષક, ડીડીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં મહિલાઓ લક્ષી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર સમીક્ષા કરવામાં આવી હતી. ઉપરાંત જે પ્રકારે તંત્ર કાર્યરત છે. તેમાં આગામી સમયમાં વધારે સક્ષમ બને તે માટે કેવા પ્રયત્ન હાથ ધરી શકાય તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

રાજ્ય મહિલા આયોગ દ્વારા 'દીકરી મારૂં અભિમાન' વિષય પર ચર્ચા કરાઇ

દીકરી મારૂં અભિમાન વિષય પર ચર્ચા કરવામાં આવી

ડૉ.રાજુલબેન દેસાઈએ જણાવ્યું હતું કે, બેઠકમાં મહિલા લક્ષી યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. સારૂં પરિણામ મળી શકે તે માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહિલાઓની સુરક્ષા અને દીકરીઓ માટે સ્વસ્થ વાતાવરણ બની શકે તે માટે અમે મારી દીકરી અભિમાન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આજે વહિવટી તંત્ર સાથે ખૂબ સારા માહોલમાં ચર્ચા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details