ગુજરાત

gujarat

સુરતમાં કરોડોની છેતરપિંડી કેસઃ લોભામણી લાલચ આપતી કંપનીના ડિરેક્ટર અને મેનેજરની ધરપકડ

By

Published : Feb 3, 2020, 10:45 AM IST

સુરતમાં અલગ-અલગ સ્કીમો અને લોભામણી લાલચ આપી અસંખ્ય રોકાણકારો સાથે દોઢ કરોડથી વધુની છેતરપિંડી પ્રકરણમાં શ્રીરામ સમર્થ મલ્ટી-સ્ટેટ એગ્રો પર્પસ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડના ડિરેક્ટર અને મેનેજરની ધરપકડ કરાઈ છે.

aa
કરોડોની છેતરપિંડી કેસમાં પર્પસ કો-ઓપરેટીવ સોસાયટીના ડિરેક્ટર અને મેનેજરની કરાઇ ધરપક્ડ

સુરત: અલગ-અલગ સ્કીમો અને લોભામણી લાલચ આપી અસંખ્ય રોકાણકારો સાથે દોઢ કરોડથી વધુની છેતરપિંડી પ્રકરણમાં શ્રીરામ સમર્થ મલ્ટી- સ્ટેટ એગ્રો પર્પસ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ ના ડિરેક્ટર અને મેનેજરની ધરપકડ કરાઈ છે. મહારાષ્ટ્ર ખાતેથી સુરત સીઆઇડી દ્વારા ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે.

Body:કંપનીના ચેરમેન યોગેશ મારોતરાવ રેહપાડે અને રીજીયોનલ મેનેજર મંગેશ ગિરડકર ની ધરપકડ કરાઈ છે.સુરત CID ક્રાઇમ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.આરોપીઓએ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અલગ અલગ જિલ્લાઓમાં કો-ઓપરેટિવ સોસાયટીના નામે અસંખ્ય રોકાણકારો સાથે કરોડોનો છેતરપીંડી કરી છે.સુરતના ઉધના ખાતે ઓફિસ ખોલી અસંખ્ય રોકાણકારોને લોભામણી સ્કીમો અને લાલચ આપી કરોડો રૂપિયાનું નિવેશ કરાવ્યું હતું.જે બાદ રાતોરાત ઓફિસને તાળા મારી ઠગબાજો ફરાર થઈ ગયા હતા.

વર્ષ 2019માં સુરત શહેર સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. રિમાન્ડ દરમ્યાન છેતરપિંડીનો આંક વધુ બહાર આવે તેવી શકયતા વર્તાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details