ગુજરાત

gujarat

ETV Bharat / state

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપે છે સુરતના પ્રોફેસર, જાણો શું છે વળી આ સજા.....

સુરત: શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા કરેલ ભૂલને દક્ષિણ ગુજરાતના પ્રોફેસર અનોખી રીતે સજા આપે છે. પર્યાવરણને આજના સમયને અનુલક્ષીને ઘણું નુકશાન થઇ રહ્યું છે. ત્યારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને સારી વિચારધારા સાથે વીર નર્મદ યુનિવર્સિટીના પ્રોફેસર અનોખી સજા કરે છે. જો કોઇ વિદ્યાર્થી ભૂલ કરે તો એ વિદ્યાર્થીએ કોલેજ કેમ્પસમાં એક છોડ રોપવાનો અને જ્યાં સુધી તે ભણે ત્યાં સુધી તે છોડની માવજત પણ કરવાની.

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપીને સુરતના પ્રોફેસર કરે છે પુણ્યનું કામ, જાણો શું છે વળી આ સજા.....

By

Published : Aug 22, 2019, 11:26 PM IST

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં હરિયાળી જોવા મળે છે. અહીં અનેક વૃક્ષો વાવવામાં આવ્યા છે, પણ સજાના ભાગરૂપે. સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ અહીં છોડ વાવે છે. એટલુ જ નહિં તેની માવજાત કરવાની પણ સજા તેમને આપવામાં આવે છે.

આ અનોખી સજા વિશે તમે સાંભળીને અચરજ થશે પણ આ વાત સાચી છે. ડિપાર્ટમેન્ટના પ્રોફેસર મહેશ પટેલ પોતાના વિદ્યાર્થીઓને ભણાવાની સાથે છે પર્યાવરણની જાગૃતતા વિશે પણ સમજાવે છે. જ્યારે પણ વિદ્યાર્થીઓ દ્વારા કોઈ ભૂલ થાય પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ન આવે, ચાલુ ક્લાસમાં મોબાઈલ વાગે અથવા તેઓ લેક્ચરમાં મોડા આવે ત્યારે તેમને વૃક્ષ વાવવાની સજા ફટકારવામાં આવે છે.

ભૂલ કરનાર વિદ્યાર્થીઓને કંઇક આ રીતે સજા આપે છે સુરતના પ્રોફેસર, જાણો શું છે વળી આ સજા.....

સજાના ભાગરૂપે વિદ્યાર્થીને પોતાના ડિપાર્ટમેન્ટના કેમ્પસમાં એક છોડ રોપવાનો હોય છે અને જ્યાં સુધી ભણે ત્યાં સુધી તેની માવજત કરવાની જવાબદારી પણ તે વિદ્યાર્થી એ પોતે કરવાની હોય છે. પ્રોફેસર મહેશ પટેલે જણાવ્યું કે, જો મારાથી પણ કોઈ ભૂલ થાય તો હું પોતે પણ દરેક ભૂલ બાદ છોડ રોપું છું

અત્યાર સુધી હજારો છોડને રોપવામાં આવ્યા છે. કેમ્પસમાં વિદ્યાર્થીઓ જ નહિં પણ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મેમ્બર પણ જો કોઈ ભૂલ કરે તો તેઓને પણ એક છોડ રોપવાની અને તેની માવજત કરવાની સજા કરવામાં આવે છે. વિદ્યાર્થીઓેની ભૂલને સકારાત્મક અભિગમ સાથે લેવામાં આવે છે તેમજ તેમને પણ પર્યાવરણ સાથે સાંકળવાની તક મળે છે. વિદ્યાર્થીઓને પણ વૃક્ષનું વાવેતર કરીને ખુશીની લાગણી અનુભવાઈ છે. ઘણા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરીને જતા રહ્યા છે. છતાં તેઓ વૃક્ષની માવજત કરવા કોલેજ આવતા રહે છે.

પર્યાવરણ માટે આ અનોખી પહેલ માટે વિદ્યાર્થીઓ પણ ખુશ છે અને પ્રોફેસર દ્વારા શરૂ કરાયેલા આ અનોખી પરંપરા આવનાર દિવસોમાં પણ યથાવત્ રહેશે. આ સજાના કારણે પર્યાવરણનું મુલ્ય નિખરે છે અને વિદ્યાર્થીની પર્યાવરણ અંગેની સકારાત્મક વિચારધારા પણ નિખરે છે.

ABOUT THE AUTHOR

...view details