ગુજરાત

gujarat

ETV Bharat / state

Died by Suicide: સુરતમાં મમ્મીને સ્ટ્રોંગ બનવાનું કહી CAના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા - Surat Katargam area

સુરત શહેરમાં CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ (Died by Suicide)ગતરોજ સાંજે પોતાના ઘરે એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ સમગ્ર મામલે પોલીસને(Katargam Police) જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા સુસાઈડનોટ મળી આવી જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Died by Suicide: સુરતમાં મમ્મી તું સ્ટ્રોંગ બનજે હું ભગવાનના ધામમાં જાઉં છું લખી CAના વિદ્યાર્થીની આત્મહત્યા
Died by Suicide: સુરતમાં મમ્મી તું સ્ટ્રોંગ બનજે હું ભગવાનના ધામમાં જાઉં છું લખી CAના વિદ્યાર્થીની આત્મહત્યા

By

Published : Mar 23, 2022, 3:06 PM IST

Updated : Mar 23, 2022, 3:30 PM IST

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં (Surat Katargam area)આવેલી ગજેરા સર્કલ પાસે ધનરાજ સોસાયટીમાં રહેતો 23 વર્ષીય દીપ અકબરી જેઓ CA નો અભ્યાસ કરી રહ્યા છે. જેમણે ગતરોજ સાંજે પોતાના ઘરે એકલતાનો લાભ લઇ પંખા જોડે ગળે (Died by Suicide)ફાંસો ખાઈ આત્મહત્યા( Surat CA student suicide)કરી લેતા ચકચાર મચી ગઇ હતી. સમગ્ર ઘટના પગલે કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પોલીસને સુસાઈડ(Surat Katargam Police)નોટ પણ મળી આવી હતી.

એક માસ અગાઉ સગાઇ થઇ -આ બાબતે મૃતક દીપના પિતા દ્વારા એમ જણાવ્યું કે આવું શા માટે કર્યું તેના પાછળનું કારણ અમને જ કઈ ખબર નથી. અમે એક માસ આગઉ જ તેની સગાઇ થઇ હતી. અને હવે આ પગલું ભર્યું.અમે મૂળ જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નવાગામના છીએ. અહીં વર્ષો પેહલા જ સ્થાઈ થયા હતા.

આ પણ વાંચોઃSurat Suicide Case : સુરતમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરતા ચકચાર, તપાસની ધમધમાટ ચાલુ

સુસાઇડ નોટ મળી આવી -આ બાબતે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામમાં ગજેરા સર્કલ પાસે આવેલ ધનરાજ સોસાયટીમાં રહેતો 23 વર્ષીય દીપ જીતેન્દ્ર અકબરી જેઓ CA નો અભ્યાસ કરી રહ્યા હતા. જમણે ગતરોજ સાંજે પોતાના ઘરે એકલતાનો લાભ લઇ પંખા સાથે શાલ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.જેની પાસેથી અમને એક સુસાઇડ નોટ પણ મળી આવ્યું હતું. એ કાગળ ઉપર લખવામાં આવ્યું હતુકે, " મમ્મી તું સ્ટ્રોંગ બનજે હું ભગવાનના ધામમાં જાઉં છું. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃMedical Student Suicide : વડનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટે કરી હોસ્ટેલના 8માં માળેથી પડતું મૂકીને શંકાસ્પદ આત્મહત્યા

Last Updated : Mar 23, 2022, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details