સુરતઃ જિલ્લાના પલસાણા તાલુકામાં બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં એક પ્રાઇવેટ કેમ્પ દ્વારા ૨૫૦ જેટલા બાળકોને સુવર્ણપ્રાસ નામની દવા આપવામાં આવી હતી. ગત શનિવારે યોજાયેલા આ કેમ્પમાં હાલમાં ફેલાઈ રહેલા વાઈરસને રોકવા માટે આ દવા બાળકોને આપવામાં આવી હોવાના વાલીઓએ આક્ષેપ કર્યાં હતાં.
સુરતમાં દવાની આડઅસરથી 100 બાળકોને ઝાડા-ઉલટી - surt news
સુરતમાં પલસાણા તાલુકાના બગુમરા ગામની સાઈ વાટીકા સોસાયટીમાં બાળકોને પ્રાઈવેટ કેમ્પ દ્વારા આપવામાં આવેલી દવાની આડ અસર જોવા મળી હતી. ૨૫૦ જેટલા બાળકોને સુવર્ણપ્રાસ નામની દવા આપવામાં આવી હતી. જેમાંના ૧૦૦ બાળકોને ઝાડા ઉલટી ઉપરાંતની આડ અસર જોવા મળી હતી.
પલસાણા
૨૫૦ બાળકોને આપાયેલી દવા પૈકી ૧૦૦ બાળકોને આ દવાની આડઅસર જોવા મળી હતી. ૧૦૦ જેટલા બાળકોને ઝાડા ઉલટી તેમજ તાવ સહિતની અનેક બીમારી બાળકોમાં જોવા મળી હતી. હાલ,બાળકો પલસાણાની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ સુરતના લીંબાયત વિસ્તારમાં આ સુવર્ણપ્રાસ નામની દવા એક બાળકીને આપવામાં આવતા બાળકીનું મોત નીપજ્યું હતું.