સુરત: રાજ્ય આરોગ્યપ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સરકારે લોકોને હેમખેમ માદરે વતન પહોંચાડવા આ અભિગમ અપનાવ્યો છે. લોકડાઉનમાં હીરા ઉદ્યોગ બંધ થઈ જતા રત્નકલાકારો બે મહિનાથી કફોડી હાલતમાં છે. જેથી તેઓને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના રત્નકલાકારોને બસભાડામાં મળશે રાહત - કોરોના
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારના રત્નકલાકારો પોતાના વતન પહોંચી શકે આ માટે રાજ્ય સરકાર દ્વારા પહેલા એસટી બસની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એસટી બસના દરમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત પોતે સુરત ખાતે આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી દ્વારા કરવામાં આવી હતી.
આવતીકાલથી તમામ જિલ્લા માટે બસ દોડાવવામાં આવશે. આજે માત્ર ચાર જિલ્લા માટેનું બુકીંગ થયું છે. 30 લોકોના ગૃપનું એકસાથે બુકીંગ કરી શકાશે. સેન્ટ્રલ ડેપો, ઉધના ડેપો અને અડાજણ ડેપો પર બુકીંગ વ્યવસ્થા કરાઈ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવશે. માસ્ક પહેરીને આવવુ ફરજીયાત રહેશે. તમામનું ઓલપાડ ચેક પોસ્ટ પર મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. ડાયમંડ એસો.ની ઓફિસ અને સૌરાષ્ટ્ર સમાજની વાડીમાં પણ બુકિંગ વ્યવસ્થા કરવામાં આવશે.
જ્યારે આ અંગે રાજ્ય સરકારના સ્પેશિયલ ઓફિસર મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજ રાતથી બસ ઓપરેટિવ થશે. સૌરાષ્ટ્રના લોકોએ ઓલપાડ ચેકપોસ્ટ પર મેડિકલ કરાવવાનું રહેશે. અન્ય જિલ્લાના લોકોએ હાઇવેના ઘમરોડ ચેકપોસ્ટ પર મેડિકલ કરાવવાનું રહેશે. નક્કી કરેલ સ્થળ અને સમય પર એસટી બસ આવી જશે. કલેક્ટરની મંજૂરી બાદ એસ.ટી.નિગમ દ્વારા ગ્રુપ લીડરને ફોન કરી જણાવવામાં આવશે.
સ્થળનું નામ | સીંગલ ભાડુ | ત્રીસ સીટનું ભાડુ |
અમદાવાદ | 185 | 5550 |
અમરેલી | 255 | 7650 |
બોટાદ | 220 | 6600 |
ભાવનગર | 220 | 6600 |
જુનાગઢ | 285 | 8550 |
જામનગર | 295 | 8850 |
ગારીયાધાર | 240 | 7200 |
સાવરકુંડલા | 270 | 8100 |
પાલીતાણા | 235 | 7050 |
રાજકોટ | 245 | 7350 |
મહુવા | 260 | 7800 |
ઝાલોદ | 210 | 6300 |
દાહોદ | 200 | 6000 |
ગોધરા | 175 | 5250 |
પાલનપુર | 240 | 7200 |
મહેસાણા | 210 | 6300 |