સુરત: એવી કહેવત છે ને કે, ટીપે-ટીપે સરોવર ભરાય આ કહેવત સુરતના હીરાના કારીગર પર પરફેકટ ફીટ થઇ જાય છે. સુરતના કતારગામ સ્થિત હીરાના કારખાનામાં કામ કરતા કારીગરે ટુકડે ટુકડે અંદાજીત 2 લાખ રૂપિયાની ચોરી (Diamond theft in Surat) કરી હતી. આ મામલે કતારગામ પોલીસ મથકમાં (Katargam Police Station) ફરિયાદ નોંધાવાય હતી. જેમાં પોલીસે કારીગરની ધરકપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
11 વર્ષથી હીરાના કારખાનામાં નોકરી કરતો
સુરતના કતારગામ સ્થિત આશ્રમ બંબાવાડી નજીક રહેતા મિશાલ સતીષ પટેલ રફ હીરાને ઘાટ આપવાનું કામ કરતો હતો. આ દરમિયાન કારીગર મિશાલએ કારખાનામાંથી ચોરી છુપીથી ટુકડે ટુકડે કરીને 2 લાખની કિમતના આશરે 6 કેરેટના 200 નંગહીરાની ચોરી કરી ઘર ભેગા કર્યા હતા. આ ચોરીની કારખાનામાં જાણ થતા મેનેજર મહેશ દેવરાજ વાઘાણીએ કતારગામ પોલીસ મથકમાં કારીગર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી, ત્યાર બાદ ચોરી કરનાર કારીગરની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામના સ્થળે જ કરી ચોરી