સુરતના 4 એન્જિનિયર દ્વારા તૈયાર કરાઇ ડાયમંડ મર્ચન્ટે એપ - Manufacturing activity
સુરતમાં 4 એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટે એપ બનાવી છે. જેમા વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરી શકાશે. રફ ડાયમન્ડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. તેના માટે આ એપ શરૂ કરવામાં આવી છે.
સુરતઃ રફ ડાયમન્ડની ખરીદી માટે વચેટિયાઓને પ્રીમિયમ ચૂકવવા પડે છે. આ દૂષણ દૂર કરવા માટે 4 સ્થાનિક એન્જિનિયર ભેગા મળી ગુજરાતી ભાષામાં ડાયમંડ મર્ચન્ટે એપ બનાવી વિનામૂલ્યે રજિસ્ટ્રેશન શરૂ કર્યા છે. જેથી માત્ર 19 દિવસમાં જ સુરત ગુજરાત અને મુંબઇના 4000 બાયર સેલર જોડાયા છે. માત્ર ચાર દિવસમાં જ 75,000 કેરેટના 100 કરોડની કિંમતના હીરા વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુકાયા છે. જેનો લાભ મેન્યુફેક્ચર ટ્રેડર્સ ઉપાડી રહ્યા છે. જેમાં કેટલીક વિદેશી કંમ્પનીઓ પણ જોડાઈ છે.
સુરત સહિત ગુજરાતના 9 જિલ્લામાં ડાયમંડ મેનુફેક્ચ-રિંગ કામ થાય છે. ગુજરાત બહાર મુંબઈમાં મેનુફેક્ચરિંગની પ્રવૃતિ ચાલે છે. મોતી ડાયમંડ કંપનીઓ માટે ડાયમંડ માઇનિંગ કંપનીઓ તથા અન્ય ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ હીરાની ખરીદી માટે ઉપલબ્ધ છે. પરંતુ નાના હીરાના કારખાનેદારો અને વેપારીઓ માટે આ પ્રકારનું પ્લેટફોર્મ નહીં હોવાથી રફ અને પોલિશ્ડ હીરાના વેચાણ માટે વચેટિયાઓ અને દલાલો પર આધાર રાખવો પડે છે.