- હીરાના વ્યવસાય દીપકભાઈ શાહની પુત્રી 12 વર્ષના આન્સીની દીક્ષા લેશે
- આન્સીને શ્રી ઉમરા જૈન સંઘ માં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું
- રેખાશ્રીજી મહારાજ સાહેબના સાનિધ્યમાં 2022 ફેબ્રુઆરી મહિનામાં દીક્ષા ગ્રહણ કરશે
સુરત :દીક્ષા નગરી સુરતમાં રફ હીરાના વેપારી ની બાર વર્ષીય પુત્રી કુમારી આન્સી (kumari Ansi)દીક્ષા ગ્રહણ કરવા જઈ રહી છે.સુરતના પાલ વિસ્તારમાં રહેતા દીપકભાઇ શાહની દીકરી કુમારી આન્સી માત્ર 12 વર્ષની નાની ઉંમરે સંયમનો માર્ગ અપનાવવાના મનોરથ સાથે દીક્ષા ગ્રહણ કરશે. કુમારી આન્સી હરવા ફરવાની શોખીન છે. સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta ka Ulta Chashma)સીરીયલ ની ફેન પણ હતી.
આન્સીને શ્રી ઉમરા જૈન સંઘ માં દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું
સુરી પ્રેમ-ભૂવનભાનું સમુદાયના પૂજ્ય દીક્ષાદાનેશ્વરી આ.દેવ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજના (A.Dev.Shri Gunaratnasurishwarji Maharaj)દિવ્ય આશીર્વાદથી એમના આજીવન ચરણો પાસક પૂજ્ય આ. દેવ શ્રી રશ્મિ રત્ન સુરીશ્વરજી મહારાજે થરા સમાજના સુખી-સંપન્ન દીપકભાઈ શાહની 12 વર્ષીય પુત્રી કુમારી આન્સીને શ્રી ઉમરા જૈન સંઘમાં દીક્ષાનું (Jain Sangh diksha)મુહૂર્ત પ્રદાન કર્યું છે. એમની દીક્ષા સુરત પાલ મુકામે 17 ફેબ્રુઆરી 2022ના રોજ થશે.